શોધખોળ કરો
Advertisement
મારુતિ સુઝુકીએ આ કારની કિંમતમાં કર્યો 1 લાખ રૂપિયાનો ઘટાડો, જાણો કેટલી છે કિંમત
આ ઘટાડો એક્સ શોરૂમ કિંમતમાં કરવામાં આવ્યો છે. બલેનો આરસની એક્સ શોરૂમ કિંમત 8.88 લાખ રૂપિયા છે.
નવી દિલ્હીઃ તહેવારની સીઝનને ધ્યાનમાં રાખતા ઓટો કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે ઓફર્સની શરૂઆત કરી છે. જ્યાં આ સપ્તાહની શરૂઆતમાં મારુતિ સુઝુકીએ પોતાના જુદા જુદા મોડલ્સની કિંમતમાં 5 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો ત્યારે કંપનીએ પોતાની પ્રીમિયમ હેચબેક કારની કિંમતમાં હવે એક મોટો ઘટાડો કર્યો છે. મારુતિ સુઝુકીએ બલેનો આરએસની કિંમતમાં 1 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.
આ ઘટાડો એક્સ શોરૂમ કિંમતમાં કરવામાં આવ્યો છે. બલેનો આરસની એક્સ શોરૂમ કિંમત 8.88 લાખ રૂપિયા છે. કંનપીએ તેની કિંમતમાં 1 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો સ્ટોક ક્લિયર કરવા માટે કરવામાં આવ્યો છે. મારુતિ સુઝુકી બલેનો ભારતમાં કંપનીની સફળ કારમાંથી એક છે, પરંતુ આરએસ મોડલને જોઈએ એટલી સફળતા મળી નથી. જેને કારણે હવે કંપનીએ તેની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ બુધવારે પોતાના કેટલાક મોડલોની કિંમતમાં ઘટાડો કર્યો હતો. કંપનીએ પસંદગીના મોડલની કિંમતમાં 5 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. મારુતિ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, કંપનીએ અલ્ટો 800, અલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, એસેરિયો, બલેનો ડીઝલ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ વિટારા બ્રેઝા અને એસ ક્રોસના તમામ વેરિયન્ટ્સની કિંમતમાં ઘટાડો કર્યો હતો.
મારુતિ સુઝુકીના આ મોડલ્સની કિંમત 2.93 લાખથી લઈને 11.49 લાખ રૂપિયા છે. મારુતિ સુઝુકીએ જણાવ્યું કે, કારની નવી કિંમત 25 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગઈ છે. ત્યારે કંપનીએ નિવેદનમાં કહ્યું હતું કે, આ ઘટાડો હાલમાં આપવામાં આવેલ ઓફર્સ ઉપરાંત વધારાની હશે. આ ઘટાડા બાદ તહેવારની સીઝનમાં ખરીદીમાં ઉછાળો આવાવની આશા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion