શોધખોળ કરો
Advertisement
દિવાળી પહેલા મારુતિએ ગ્રાહકોને આપી ભેટ, કિંમતમાં કર્યો ઘટાડો, જાણો કેટલી સસ્તી થઈ કાર
સરકાર તરફથી હાલમાં જ કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યા બાદ મારુતિ સુઝુકી પ્રથમ એવી કાર કંપની છે જેણે સૌથી પહેલા કારની કિંતમાં ઘટાડો કર્યો છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગ્રાહકોને દિવાળી પહેલા જ ભેટ આપી છે. સરકાર તરફતી હાલમાં જ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કર્યા બાદ કંપનીએ પોતાની કારના કેટલાક મોડલોની કિંમતમાં 5000 રૂપિયા જેટલો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
મારુતિ સુઝુકીએ અલ્ટો 800, અલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, સેલેરિયો, બલેનો ડીઝલ, ઇગ્નિસ, ડિઝાયર, ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રેઝા અને એસ ક્રોસની કિંમતમાં ફ્લેટ 5,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડા બાદની નવી કિંમતો 25 સપ્ટેમ્બર 2019થી દેશભરમાં લાગુ થશે.
સરકાર તરફથી હાલમાં જ કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યા બાદ મારુતિ સુઝુકી પ્રથમ એવી કાર કંપની છે જેણે સૌથી પહેલા કારની કિંતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં માગને ફરી પુનર્જીવિત કરવા માટે સરકારના નિર્ણયને આવકાર્યો છે અને તેનો સીધો લાભ ગ્રાહકોને થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement