શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Maruti Suzuki XL6 ભારતમાં લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ અને શું છે કિંમત
Maruti Suzukiએ પોતાની નવી પ્રીમિયમ એમપીવી XL6 આજે ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. આ 6 સીટર પ્રીમિયમ MPV (મલ્ટી પરપઝ વ્હીકલ) છે. મારુતિ XL6 કંપનીની 7 સીટર અર્ટિગા પર આધારિત છે,
નવી દિલ્હીઃ Maruti Suzukiએ પોતાની નવી પ્રીમિયમ એમપીવી XL6 આજે ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. આ 6 સીટર પ્રીમિયમ MPV (મલ્ટી પરપઝ વ્હીકલ) છે. મારુતિ XL6 કંપનીની 7 સીટર અર્ટિગા પર આધારિત છે, પરંતુ તેની સ્ટાઇલિંગ અર્ટિગા કરતાં અલગ છે. XL6 કાર સુઝુકીના 5th જનરેશન HEARTECT પ્લેટફોર્મ બેઝ્ડ છે.
XL6ને મારુતિ સુઝુકીની પ્રીમિયમ ડીલરશિપ નેક્સાથી વેચવામાં આવશે. આ પ્રીમિયમ એમપીવીની શરૂઆતની એક્સ શો રૂમ કિંમત 9.79 લાખ રૂપિયા છે. આ કારને બે ઓટોમેટિક વેરિએન્ટમાં Zeta અને Alpha બજારમાં ઉતારી છે. Zeta મેન્યૂલ ગિયરબોક્સની કિંમત 9.79 લાખ રૂપિયા અને ઑટોમેટિકની કિંમત 10,89,689 રૂપિયા છે. જ્યારે Alpha મેન્યૂલ ગિયરબોક્સની કિંમત 10,36 લાખ રૂપિયા અને ઑટોમેટિકની કિંમત 11. 46 રૂપિયા છે.
અર્ટિગાની સામે XL6માં નવી એલઈડી હેડલાઈટ્સ, નવા શેપમાં બોનેટ અને નવી ડિઝાઈનમાં અર્ટિગાથી મોટી ગ્રિલ આપવામાં આવી છે. મોટી ગ્રિલ અને પ્લાસ્ટિક ક્લેડિંગની સાથે આપવામાં આવેલ નવી ડિઝાઈનના બમ્પર કારના ફ્રન્ટ લુકને વધારે શાનદાર બનાવે છે. ગ્રિલની વચ્ચે લાંબી ક્રોમ પટ્ટી છે, જે હેડલાઈટ યૂનિટમાં આપવામાં આવેલ એલઈડી ડીઆરએલ (ડેટાઈમ રનિંગ લાઈટ્સ)માં મળે છે. એક્સએલ6ના રીફ રેલ્સ પણ આપવામાં આવ્યા છે.
મારુતિ XL6ની કેબિન બ્લેક કલરમાં છે. તેમાં 3 લાઈનમાં 6 સીટ મળશે, જેમાં બીજી લાઈનમાં આર્મરેસ્ટની સાથે બે અલગ અલગ કેપ્ટન સીટ્સ છે. ઉપરાંત આ પ્રીમિયમ કારમાં નવા સ્માર્ટપ્લે સ્ટૂડિયો ઇન્ફોટનમેન્ટ સિસ્ટમ, હાઈટ એડજેસ્ટેબલ ડ્રાઈવર સીટ અને રિયર વોશન-વાઈપર જેવા ફીચર્સ છે. ટોપ વેરિયન્ટમાં રિવર્સ કેમેરા, લેધર સીટ્સ અને ક્રૂઝ કન્ટ્રોલની સુવિધા પણ મળશે.
મારુતિ XL6માં 1.5-લિટર સ્માર્ટ હાઈબ્રિડ પેટ્રોલ એન્જિન છે. તેની સાથે જ 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળશે. એન્જિન બીએસ6 નોર્મ્સ અનુસાર છે. મારુતિ તેમાં 1.5-લિટર વાળા ડીઝલ એન્જિનનો ઓપ્શન આપવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion