શોધખોળ કરો

10,000 રૂપિયાની SIPથી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો સમય લાગશે

મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણમાંથી મળતા આકર્ષક વળતરને જોતાં હવે દેશના સામાન્ય રોકાણકારો જોખમ હોવા છતાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે.

Mutual Fund SIP: ભારતમાં રહેતા લોકો પાસે રોકાણ માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. બેંક FD, PPF, NPS, NSS, મ્યુચ્યુઅલ ફંડ SIP વગેરે કેટલાક પસંદગીના રોકાણ યોજનાઓ છે જેમાં ઘણું રોકાણ થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ખૂબ જટિલ હતું. પરંતુ હવે ઘણા સ્ટોક બ્રોકિંગ પ્લેટફોર્મ્સે મ્યુચ્યુઅલ ફંડ રોકાણને ખૂબ સરળ બનાવી દીધું છે. આ જ કારણ છે કે પહેલાંની તુલનામાં હવે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ ઝડપથી વધી રહ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજાર જોખમોને આધીન છે. પરંતુ આ જોખમો હોવા છતાં, દેશના સામાન્ય રોકાણકારો આકર્ષક વળતર મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. AMFIના આંકડાઓ દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોને લાંબા ગાળે મોટો નફો આપ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સની સૌથી ખાસ વાત એ છે કે તેમાં બજારના આકર્ષક વળતર સાથે કમ્પાઉન્ડિંગનો લાભ પણ મળે છે. આજે અમે અહીં જાણીશું કે 10,000 રૂપિયાની મ્યુચ્યુઅલ ફંડ SIPથી કેવી રીતે કરોડપતિ બની શકાય છે.

ઓનલાઈન SIP કેલ્ક્યુલેટરથી ગણતરી કરતાં જાણવા મળે છે કે જો તમે દર મહિને 10,000 રૂપિયાની SIP કરો છો તો તમે ખૂબ સરળતાથી કરોડપતિ બની શકો છો. દર મહિને 10,000 રૂપિયાની SIP કરવાથી જો તમને અંદાજિત 12 ટકાનું વાર્ષિક વ્યાજ મળે તો તમે 20 વર્ષમાં 99,91,479 રૂપિયા બનાવી શકો છો.

જો તમને દર વર્ષે 12ને બદલે 15 ટકાનું અંદાજિત વ્યાજ મળે છે તો તમારી દર મહિનાની 10,000 રૂપિયાની SIP 20 વર્ષમાં 1,51,59,550 કરોડ રૂપિયાનું મોટું ફંડ તૈયાર કરી શકે છે. જણાવી દઈએ કે જો તમે 20 વર્ષ સુધી દર મહિને 10,000 રૂપિયાની SIP કરો છો તો તમારું કુલ રોકાણ માત્ર અને માત્ર 24 લાખ રૂપિયા હશે, જેના પર તમને આકર્ષક માર્કેટ રિટર્ન અને કમ્પાઉન્ડિંગનો પૂરેપૂરો લાભ પણ મળશે.

SIP એક રોકાણ યોજના છે જેમાં નાની રકમનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં સરળતાથી રોકાણ કરી શકાય છે. જો કોઈની માસિક આવક ઓછી છે, તો તે તેમાં રોકાણ પણ કરી શકે છે. આ યોજનામાં સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક રોકાણ કરી શકાય છે. તમારી આવક અનુસાર SIP નક્કી કરી શકાય છે, આ SIP દ્વારા રોકાણકારો સારી બચત કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?
અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?
8th Pay Commission: પગાર-પેન્શન પર મોટું અપડેટ, આયોગે આટલા દિવસ સુધી લંબાવી ડેટા સબમિટ તારીખ
8th Pay Commission: પગાર-પેન્શન પર મોટું અપડેટ, આયોગે આટલા દિવસ સુધી લંબાવી ડેટા સબમિટ તારીખ
Gold Silver Rates Today: દેશ અને વિદેશમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, આ 3 કારણે આવી તેજી 
Gold Silver Rates Today: દેશ અને વિદેશમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, આ 3 કારણે આવી તેજી 
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Embed widget