શોધખોળ કરો
Advertisement
આવતીકાલથી 24 કલાક મળશે બેન્કની આ સુવિધા, RBIએ બદલ્યો નિયમ
અત્યાર સુધી આ ટ્રાજેક્શન સવારે આઠ વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી કરી શકાતા હતા.
નવી દિલ્હીઃ આવતીકાલથી એક બેન્ક એકાઉન્ટમાંથી બીજા બેન્ક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરવું સરળ થઇ જશે. હાલમાં ગ્રાહકોને આ નવી સુવિધા સિમિત સમય સુધી મળે છે. પરંતુ ભારતીય રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કરી દીધો છે જેના કારણે બેન્ક પોતાના ગ્રાહકોને 16 ડિસેબમ્બરથી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર(NEFT) ની સુવિધા 24 કલાક આપશે. વાસ્તવમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિર્દેશ અનુસાર, 16 ડિસેમ્બરથી બેન્ક ગ્રાહકોને કોઇ પણ દિવસે કોઇ પણ સમયે એનઇએફટી મારફતે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટ્સમા પૈસા મોકલવાની સુવિધા આપશે. આરબીઆઇએ આ માટે બેન્કોને જરૂર અનુસાર યોગ્ય રોકડ આપવાના નિર્દેશ આપ્યા છે.
એનઇએફટી ઓનલાઇન મારફતે અન્ય બેન્કોના ખાતાધારકોને ફંડ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે. સાથે આરબીઆઇએ બેન્કોને કહ્યું છે કે તે પોતાને ત્યાં સુવિધાઓ પર પણ ધ્યાન રાખે જેથી ફંડ ટ્રાન્સફરમાં ગ્રાહકોને કોઇ મુશ્કેલીઓ આવે નહીં.
નોંધનીય છે કે એનઇએફટી ઓનલાઇન ટ્રાન્જેક્શન એક પ્રક્રિયા છે. જે હેઠળ ગ્રાહક એક સમયમાં બે લાખ રૂપિયા સુધીની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી શકે છે. અત્યાર સુધી આ ટ્રાજેક્શન સવારે આઠ વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી કરી શકાતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion