શોધખોળ કરો

આજથી દેશમાં બદલાઈ ગયા આ નિયમો, જાણો તમને કેટલું થશે નુકસાન....

આજથી કારો પર મળતું ભારે વળતર ખતમ થશે. વર્તમાન સમયમાં અનેક મોટી કાર ઉત્પાદક કંપનીઓ કારો પર ભારે છૂટ આપી રહી છે.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને આગામી પહેલી નવેમ્બરથી મોટો ઝટકો લાગી શકે છે. વાસ્તવમાં એસબીઆઈ સેવિંગ્સ એકાઉન્ટ પર મળતા વ્યાજમાં ઘટાડો કરવા જઈ રહી છે. એવામાં જો તમે પણ એસબીઆઈ ખાતામાં પૈસા રાખ્યા છે. તો તેના પર મળનારું વ્યાજ ઘટી જશે. વ્યાજદરોમાં આ ઘટાડો 1 નવેમ્બર 2019થી લાગૂ થશે. બીજી તરફ સરકાર ડિજીટલ પેમેન્ટ માટે નિયમોમાં મોટા ફેરફાર કરી રહી છે. એસબીઆઈ એક લાખ રૂપિયા સુધીની થાપણો પર વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરશે. 1 નવેમ્બરથી 1 લાખ રૂપિયા પરનો વ્યાજ દર 3.50 ટકાથી ઘટાડીને 3.25 ટકા કરવામાં આવશે. બેંકના આ બદલાતા નિયમની અસર લગભગ 42 કરોડ ગ્રાહકોને થશે. હાલમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ એક નિર્દેશ જારી કર્યો હતો કે 1 નવેમ્બરથી વેપારીઓ ડિજિટલ ચુકવણી લેવાનો ઇનકાર કરી શકશે નહીં. નવા નિયમ મુજબ વેપારી અને ગ્રાહકો પાસેથી 1 નવેમ્બરથી વેપારી ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લેવામાં આવશે નહીં. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુકે, 50 કરોડ રૂપિયાથી વધારે વાર્ષિક ટર્નઓવર વાળા કારોબારી સંસ્થાઓએ પોતાના ગ્રાહકોને ઓછા ખર્ચવાળી ચૂકવણી માટે ડિજીટલ મોડ રજૂ કરવું જોઈએ. અને ટ્રાન્ઝેક્શન પર આવતા ખર્ચને આરબીઆઈ તથા બેંકોએ ચૂકવવો જોઈએ. બીજી બાજુ મહારાષ્ટ્રમાં PSU Bankનું નવું ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે. હવે તમામ બેંકો એક જ સમયે ખુલશે અને બંધ થશે. બેંકોનો સમય સવારે 10 થી સાંજના 5 સુધીનો હોય છે, પરંતુ પૈસાની લેવડદેવડ બપોરે 3:30 વાગ્યા સુધીની હોય છે. મહારાષ્ટ્રમાં બેંકોનું નવું સમયપત્રક બેંકર્સ સમિતિએ નક્કી કર્યું છે, જેનો અમલ 1 નવેમ્બરથી થશે.નાણાં મંત્રાલયે બેંકોના કામકાજના સમય સમાન રાખવાની સૂચના આપી હતી. આ પહેલા એક જ વિસ્તારમાં બેંકોનો કાર્યકારી સમય અલગ રહેતો હતો. નવા ટાઇમ ટેબલ મુજબ, બેંકો સવારે 9 વાગ્યે ખુલશે અને બપોરે 4 વાગ્યા સુધી કામ કરશે. કેટલીક બેંકોનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે. આજથી કારો પર મળતું ભારે વળતર ખતમ થશે. વર્તમાન સમયમાં અનેક મોટી કાર ઉત્પાદક કંપનીઓ કારો પર ભારે છૂટ આપી રહી છે. હવે આ કંપનીઓનું કહેવું છે કે લાંબા સમય સુધી વળતર આપવું શક્ય નથી. એક મીડિયા રિપોર્ટમાં મારુતિ સુઝુકીના માર્કેટિંગ તેમજ Executive Director શશાંક શ્રીવાસ્તવના હવાલેથી કહેવામાં આવ્યું છે કે બજારને ફરીથી જીવંત કરવા માટે તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ આવું હંમેશા ન થઈ શકે. આથી હવેથી આવી છૂટ ઓછી થવાની સંભાવના છે. ગત 01 ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડર (LPG Cylinder) એટલે કે રાંધણ ગેસની કિંમતમાં વધારો થયો હતો. આ સતત બીજો મહિનો હતો જ્યારે એલપીજીની કિંમતમાં વધારો થયો હતો. ઓક્ટોબરમાં સબસીડી વગરના ગેસની બોટલની કિંમતમાં 15 રૂપિયાનો વધારો થયો હતો. એવામાં એવી આશા રાખવામાં આવી રહી છે કે નવેમ્બરમાં રાંધણ ગેસની કિંમતમાં ઘટાડો થશે.

ટોપ સ્ટોરી

પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget