શોધખોળ કરો

ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જીનિયસ કહેવાતા નોમ શઝીરને પોતાની ટીમમાં પાછા લાવવા માટે ગૂગલે તેમને તગડી રકમ આપી છે.

Google rehires noam shazeer: ટેક ઉદ્યોગની દિગ્ગજ કંપની ગૂગલે તેના એક પૂર્વ કર્મચારીને ફરીથી કામ પર રાખવા માટે ખૂબ જ મોટી રકમ ચૂકવવી પડી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જીનિયસ કહેવાતા આ વ્યક્તિનું નામ નોમ શઝીર (Noam Shazeer) છે, જેમણે ગૂગલથી ગુસ્સે થઈને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે નોકરી છોડી દીધી હતી. હવે ગૂગલે તેમને ફરીથી કામ પર રાખવા માટે 2.7 અબજ ડોલર એટલે કે લગભગ 22,584 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે.

48 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર શઝીર સૌ પ્રથમ વર્ષ 2000માં ગૂગલ સાથે જોડાયા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ અનુસાર લાંબા સમય સુધી ગૂગલ સાથે કામ કર્યા પછી 2021માં તેમણે કંપની છોડી દીધી હતી કારણ કે ગૂગલે એક ચેટબોટ રિલીઝ કરવાની તેમની વિનંતીને નકારી દીધી હતી. આ ચેટબોટને શઝીરે તેમના સાથી ડેનિયલ ડી ફ્રીટાસ સાથે મળીને બનાવ્યું હતું. ત્યારબાદ શઝીર અને ડેનિયલે Character.AI વિકસાવ્યું જે સિલિકોન વેલીના સૌથી શાનદાર સ્ટાર્ટઅપ્સમાંથી એક બની ગયું હતું.

ત્યારબાદ ગૂગલે જાહેરાત કરી કે તેઓ હવે ગૂગલની AI યુનિટ ડીપમાઇન્ડ સાથે જોડાવા જઈ રહ્યા છે. કંપનીએ Character.AIની ટેકનોલોજીને પોતાની બનાવવા અને શઝીરને ફરીથી કંપનીમાં લાવવા માટે 2.7 અબજ ડોલરની ચુકવણી કરી છે. આ સોદા પછી શઝીરનું સ્ટાર્ટઅપ ગૂગલની બૌદ્ધિક સંપત્તિ બની ગયું છે. જણાવવામાં આવે છે કે ગૂગલના પૂર્વ CCO એરિક સ્મિથ પણ શઝીરથી ખૂબ પ્રભાવિત હતા. માહિતી અનુસાર શઝીરનું AI મોડેલ માનવ સ્તરની બુદ્ધિમત્તા સાથે કાર્ય કરી શકે છે.

જણાવી દઈએ કે 2017માં નોમે મીના (Meena) નામનો એક અત્યંત એડવાન્સ્ડ ચેટબોટ વિકસાવ્યો હતો જે વિવિધ પ્રકારના મુદ્દાઓ પર લોકો સાથે વાત કરી શકતો હતો. તે સમયે તેઓ મીના ચેટબોટની ઉપયોગિતા વિશે એટલા વધારે આત્મવિશ્વાસુ હતા કે તેમણે કહી દીધું હતું કે એક દિવસ આ ચેટબોટ ગૂગલના સર્ચ એન્જિનની જગ્યા લઈ લેશે. પરંતુ તે સમયે ગૂગલના ટોચના મેનેજમેન્ટને લાગ્યું હતું કે તેને રિલીઝ કરવું જોખમી સાબિત થશે. આ વાતથી નારાજ થયેલા શઝીરે કંપનીને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો.

તેને રિલીઝ ન કરવા પાછળ ગૂગલે સુરક્ષા અને નિષ્પક્ષતાથી સંબંધિત ચિંતાઓનો હવાલો આપ્યો હતો. હવે ગૂગલમાં પાછા ફર્યા પછી નોમ શઝીર કંપનીના નેક્સ્ટ જનરેશન AI મોડેલ જેમિની (Gemini)ના આગામી વર્ઝનને બનાવવામાં કંપનીને નેતૃત્વ આપશે. જણાવી દઈએ કે ગૂગલે જેમિની AIને OpenAIના ChatGPT જેવા હરીફોને પડકાર આપવા માટે બનાવ્યું હતું. હવે જોવાનું એ છે કે શું શઝીરને પાછા લાવીને ગૂગલ ChatGPT અને માઇક્રોસોફ્ટના કો પાયલટ જેવા AI મોડેલ્સનો મુકાબલો કરી શકશે.

આ પણ વાંચોઃ

Gold Rate Today: સોનાનો ભાવ ઉંધે માથે પટકાયો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Embed widget