શોધખોળ કરો

WhatsApp: વોટ્સએપ કોલ કરવા માટે પણ આપવા પડશે પૈસા, સરકારે જાહેર કર્યો ડ્રાફટ, આ છે પૂરો પ્લાન

WhatsApp Calling: . બિલમાં એવી જોગવાઈ છે કે વોટ્સએપ, ફેસબુક દ્વારા કોલ અથવા મેસેજ મોકલવાની સુવિધાને ટેલિકોમ સેવા તરીકે ગણવામાં આવશે. આ માટે આ કંપનીઓએ લાઇસન્સ મેળવવું પડશે.

WhatsApp Calling May Chargeable Now:  શું તમે મિત્રો સાથે વાત કરવા માટે મોટાભાગના વોટ્સએપ કોલિંગ કોલ્સ પણ કરો છો? જો હા તો આ સમાચાર ધ્યાનથી વાંચો. ખરેખર, દેશમાં ટૂંક સમયમાં આવી સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે, જેના હેઠળ તમારે WhatsApp કૉલ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. મોદી સરકારે લોકોનો અભિપ્રાય મેળવવા માટે ટેલિકોમ બિલનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. બિલમાં એવી જોગવાઈ છે કે વોટ્સએપ, ફેસબુક દ્વારા કોલ અથવા મેસેજ મોકલવાની સુવિધાને ટેલિકોમ સેવા તરીકે ગણવામાં આવશે. આ માટે આ કંપનીઓએ લાઇસન્સ મેળવવું પડશે.

તેની શા માટે જરૂર હતી

દેશની ટેલિકોમ કંપનીઓ સતત ફરિયાદ કરતી રહી છે કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ ગ્રાહકોને મેસેજિંગ અથવા કોલિંગ સર્વિસ આપે છે, જેના કારણે તેમને નુકસાન થાય છે. આ ટેલિકોમ કંપનીઓ કહેતી રહી છે કે તેમની સેવાઓ ટેલિકોમ સેવા હેઠળ આવે છે. આ મુદ્દે લોકોના અભિપ્રાય જાણવા માટે ડ્રાફ્ટ બિલને સાર્વજનિક કરવામાં આવ્યું છે. 20 ઓક્ટોબર સુધીમાં લોકો આ બિલની જોગવાઈઓ અંગે પોતાનો અભિપ્રાય આપી શકશે. લોકોનો અભિપ્રાય મેળવ્યા બાદ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. સાયબર ફ્રોડને રોકવા માટે પણ બિલમાં જોગવાઈઓ કરવામાં આવી છે.

સાયબર છેતરપિંડી રોકવા માટેનું બિલ

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સાયબર ફ્રોડને રોકવા માટેના પ્રસ્તાવિત બિલમાં આવા ગુનાઓ માટે સજા વધારવાની જોગવાઈ કરવામાં આવી છે. દેશના વિવિધ વિસ્તારો જેમ કે જામતારા, અલવર અને નૂહ આવી છેતરપિંડી માટે કુખ્યાત બન્યા છે. પ્રસ્તાવિત બિલમાં બીજી જોગવાઈ કરવામાં આવી છે કે હવે કોઈ પણ વ્યક્તિ કોલ કરશે તે કોલ રિસીવ કરનાર વ્યક્તિને ઓળખી શકશે.  આ માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. દેશમાં ડિજિટલ સિસ્ટમને સુવ્યવસ્થિત કરવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર ટેલિકોમ બિલ ઉપરાંત પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ અને ડિજિટલ ઈન્ડિયા બિલના ડ્રાફ્ટ પર પણ કામ કરી રહી છે.

નવરાત્રીના પહેલા નોરતે જ વરસાદની આગાહી

નવરાત્રીની આતુરતાથી રાહ જોતા ખેલૈયા માટે માઠા સમાચાર છે હવામાન વિભાગે 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરી છે. રાજ્યના આ જિલ્લામાં ફરી મેઘરાજાની થઇ શકે પધરામણી. હવામાન વિભાગે 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઇ રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.  વલસાડ, નવસારી, સુરત, સંઘપ્રદેશ, દાદરરાનગર હવેલી, દમણમાં વરસી શકે છે વરસાદ. ઉપરાંત અમદાવાદ, આણંદમાં સમાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બીજા નોરતે વરસાદ સૌરાષ્ટ્રને ઘમરોળી શકે છે. ખાસ કરીને 27 સપ્ટેમ્બરે ભાગનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
Embed widget