Stock Market: પાકિસ્તાનના શેરબજારમાં મોટો કડાકો , કરાચી સ્ટૉક એક્સચેન્જ 3790 પોઈન્ટ તૂટ્યું
Stock Market: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સાથેનો તણાવ ચરમસીમાએ છે, જેની સીધી અસર પાકિસ્તાનના શેરબજારો પર પડી રહી છે.

Stock Market: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સાથેનો તણાવ ચરમસીમાએ છે, જેની સીધી અસર પાકિસ્તાનના શેરબજારો પર પડી રહી છે. પાકિસ્તાન સામે ભારતના હુમલાની શક્યતા અંગે અનિશ્ચિતતા વચ્ચે બુધવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) માં 3700 પોઈન્ટથી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો.
પાકિસ્તાનનું શેરબજાર તૂટ્યુ
ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનનું શેરબજાર તૂટી પડ્યું. આજે પાકિસ્તાનના શેરબજારમાં 3,790 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. એક સપ્તાહમાં પાકિસ્તાનનું શેરમાર્કેટ 47 ટકા તૂટ્યું છે. મંગળવારે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારના નિવેદનથી આ આશંકા વધુ મજબૂત બની હતી, જ્યારે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પાસે નક્કર માહિતી છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી કાર્યવાહી કરી શકે છે. અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને પહેલગામ પરના હુમલાના ટાર્ગેટ, સમય અને પદ્ધતિ અંગે છૂટ આપી હતી.
શેરબજારમાં ઉથલપાથલ
બુધવારે સવારે કરાચી સ્ટોક એક્સચેન્જ 100 1717.35 પોઈન્ટ અથવા 1.5 ટકા ઘટીને 113,154.83 પર ટ્રેડ થયો. જ્યારે એક દિવસ પહેલા તે 114.872.18 પર બંધ થયો હતો. સવારે 10.38 વાગ્યે, તેનો ઇન્ડેક્સ પાછલા દિવસની તુલનામાં 2,073.42 પોઈન્ટ અથવા 1.8 ટકા ઘટ્યો હતો. ચેઝ સિક્યોરિટીઝના રિસર્ચ ડિરેક્ટર યુસુફ એમ. ફારૂકે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં હુમલાની શક્યતાના અહેવાલોને કારણે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો થયો છે. જ્યારે AKD સિક્યોરિટીઝના ફાતિમા બુચાએ કહ્યું કે માહિતી મંત્રીની પ્રેસ બ્રીફિંગથી રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું કે આ સમયે બજારમાં ઘણું દબાણ છે તેમાં કોઈ શંકા નથી. નોંધનિય છે કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. જ્યારથી પીએમ મોદીએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની અને સેનાને ફ્રી હેન્ડ આપ્યા છે ત્યારથી પાકિસ્તાનના માર્કેટમાં ઉથલપાથલ મચી છે.
લાહોર અને ઇસ્લામાબાદ વચ્ચેનો હવાઈ માર્ગ બંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન સંપૂર્ણપણે ડરી ગયું છે. આ દરમિયાન, પાકિસ્તાને એક નવો આદેશ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લાહોર અને ઇસ્લામાબાદ વચ્ચેનો હવાઈ ટ્રાફિક રૂટ પહેલાની જેમ જ પ્રતિબંધિત રહેવાની શક્યતા છે. કારણ કે પાકિસ્તાની વાયુસેના અહીં લશ્કરી કવાયત કરી રહી છે





















