પાસપોર્ટ અરજી પ્રક્રિયામાં મોટો ફેરફાર, હવે ડિજીલોકરથી વેરિફિકેશન કરી શકશો, જાણો સંપૂર્ણ પ્રોસેસ
આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે પાસપોર્ટ અરજી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા પાસપોર્ટ માટે અરજી કરવા માટે અરજદારોએ હવે સરકારી પ્લેટફોર્મ ડિજીલોકરનો ઉપયોગ કરવો પડશે.
Passport Verification Process: આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે પાસપોર્ટ અરજી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા પાસપોર્ટ માટે અરજી કરવા માટે અરજદારોએ હવે સરકારી પ્લેટફોર્મ ડિજીલોકરનો ઉપયોગ કરવો પડશે. તમામ દસ્તાવેજો ડિજીલોકરનો ઉપયોગ કરીને અપલોડ કરવાના રહેશે. એકવાર દસ્તાવેજો અપલોડ થઈ ગયા પછી, અરજદારો સત્તાવાર વેબસાઇટ passportindia.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ડૉક્યુમેન્ટની કોપી સાથે લઈ જવાની જરૂર નથી
વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે જો અરજી કરનારા તેમના ડૉક્યુમેન્ટ અપલોડ કરવા માટે DigiLockerનો ઉપયોગ કરે છે, તો તેમને અરજી પ્રક્રિયા દરમિયાન કોઈપણ દસ્તાવેજોની હાર્ડ કોપી સાથે રાખવાની જરૂર રહેશે નહીં. આ પગલાથી પ્રક્રિયાનો સમય પણ ઘટશે અને પાસપોર્ટ અરજી પ્રક્રિયાની ગુણવત્તામાં વધારો થવાની અપેક્ષા છે.
આ નિયમ કેમ લાવવામાં આવ્યો
અરજી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પાસપોર્ટ એપ્લિકેશન પ્રક્રિયામાં DigiLocker દાખલ કરવામાં આવ્યું છે. આ સાથે જ વિભિન્ન ક્ષેત્રોમાં પાસપોર્ટ સેવા કેંદ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (POPSK) પર ભૌતિક દસ્તાવેજ ચકાસણીની જરૂરિયાત ઘટાડવા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે.
DigiLocker શું છે ?
DigiLocker એ ભારતીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવતી ડિજિટલ વૉલેટ સેવા છે. આ અંતર્ગત યુઝર્સ સરકાર દ્વારા જારી કરાયેલા તમામ દસ્તાવેજોને સુરક્ષિત રીતે એકત્ર કરી શકશે અને રાખી શકશે અને જરૂર પડ્યે તેને એક્સેસ પણ કરી શકશે. ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર, શૈક્ષણિક માર્કશીટ અને અન્ય દસ્તાવેજો ડિજીલોકર હેઠળ સંગ્રહિત કરી શકાય છે.
આધારથી પાસપોર્ટ સુધી રાખી શકો છો
મંત્રાલયે હવે ઓનલાઈન અરજી સબમિશન માટે ડિજીલોકર દ્વારા આધાર દસ્તાવેજોનો ઉપયોગ કરવાની પણ પરવાનગી આપી છે. કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર, પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને મતદાર આઈડી કાર્ડ ડિજીલોકર પર સુરક્ષિત રીતે રાખી શકાય છે.
DigiLocker નો ઉપયોગ કેવી રીતે કરવો ?
DigiLocker એકાઉન્ટ ખોલવા માટે યૂઝર્સે મોબાઇલ નંબર સાથે નોંધણી કરાવવી પડશે અને આ નંબર પહેલાથી જ આધાર સાથે લિંક હોવો જોઈએ. ડિજીલૉકર એકાઉન્ટમાં લૉગ ઇન કરતી વખતે યૂઝર્સે લિંક કરેલા મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસકોડ (OTP) મોકલવામાં આવશે. બીજી તરફ, જો તમે DigiLocker માં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો, તો તમારે આધારમાં ફેરફાર કરવા પડશે.