સસ્તામાં મળી રહ્યો છે બાબા રામદેવની કંપનીનો શેર, આ ઑફર માત્ર બે દિવસ માટે જ માન્ય રહેશે
Patanjali Foods OFS: પ્રમોટર્સ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સની આ ઓફર ફોર સેલમાં તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. આમાં જબરદસ્ત ડિસ્કાઉન્ટ પર શેર ઓફર કરવામાં આવી રહ્યા છે...
જો તમે પણ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સના શેર ખરીદવા માંગો છો, તો તમારા માટે એક સુવર્ણ તક છે. બાબા રામદેવની આ કંપનીના શેર ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. કંપનીએ આ ઓફર માત્ર બે દિવસ માટે આપી છે.
આ કારણે વેંચવાની જરૂર છે
વાસ્તવમાં પતંજલિ ફૂડ્સ એક નવી ઓફર ફોર સેલ એટલે કે OFS લાવ્યું છે. આ ઓફરમાં, પ્રમોટર કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ તેના લગભગ 7 ટકા હિસ્સાનું વેચાણ કરી રહી છે, જે પતંજલિ ફૂડ્સ લિમિટેડના 2.53 કરોડ શેરની બરાબર છે. પતંજલિ ફૂડ્સે શેરબજારમાં લિસ્ટ થયા બાદ નિયમોનું પાલન કરવા માટે પ્રમોટરોનો હિસ્સો ઘટાડવાની જરૂર પડી છે.
આટલા ડિસ્કાઉન્ટ પર શેર ઉપલબ્ધ છે
પતંજલિ ફૂડ્સ ખાદ્ય તેલ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. હાલમાં તેની ગણના ભારતની અગ્રણી FMCG કંપનીઓમાં થાય છે. કંપનીએ આ OFS માટેની લઘુત્તમ કિંમત 1,000 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જ્યારે પતંજલિ ફૂડ્સનો શેર બુધવારે BSE પર નજીવા વધારા સાથે રૂ. 1,228.05 પર બંધ થયો હતો. આ રીતે બાબા રામદેવની કંપનીના શેર 18.36 ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે.
વધારાના શેર વેચી શકાય છે
પતંજલિ ફૂડ્સ અનુસાર, આ ઓફર માત્ર બે દિવસ માટે છે. કંપનીની OFS 13 જુલાઈએ ખુલશે અને 14 જુલાઈએ બંધ થશે. પતંજલિ ફૂડ્સ આ ઓફરથી ઓછામાં ઓછા રૂ. 2,530 કરોડ એકત્ર કરવા માંગે છે. પતંજલિ ફૂડ્સનું કહેવું છે કે OFSમાં રૂ. 2ની ફેસ વેલ્યુના 25,339,640 શેરની ઓફર હશે અને 7,239,897 વધારાના શેર વેચવાની પણ જોગવાઈ હશે. જો વધારાના શેર વેચવામાં આવશે તો પ્રમોટર્સનો હિસ્સો 9 ટકા ઘટશે.
કંપનીની વર્તમાન શેરહોલ્ડિંગ પેટર્ન
હાલમાં પતંજલિ ફૂડ્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 44,454.78 કરોડ છે. આમાં પ્રમોટર કંપની પતંજલિ આયુર્વેદ પાસે 14,25,00,000 શેર્સ એટલે કે 39.37 ટકા હિસ્સો છે. તમામ પ્રમોટરો મળીને પતંજલિ ફૂડ્સમાં 29,25,76,299 શેર એટલે કે 80.82 ટકા હિસ્સો ધરાવે છે. હાલના નિયમો અનુસાર, કોઈપણ પબ્લિકલી લિસ્ટેડ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 75 ટકાથી વધુ ન હોઈ શકે.
TCS એ રોકાણકારોને આપી ભેટ, કરી ડિવિડન્ડની જાહેરાત, જાણો રેકોર્ડ તારીખ ક્યારે છે અને કેટલો મળશે ડિવિડન્ડ
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial