(Source: ECI/ABP News/ABP Majha)
Petrol Diesel Rate Today: સતત બીજા દિવસે સરકારે આપ્યો ઝાટકો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
ચૂંટણી પરિણામોના બે દિવસ પછી સરકારી ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલનો ભાવ વધારાનો બોજ હવે ગ્રાહકોના માથે નાંખ્યો છે.
પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 16 પૈસા અને ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૮૭.69થી વધીને ૮૭.85 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર ૮7.13થી વધીને ૮૭.34 થયો છે. ગઈકાલે ઓઈલ કંપનીઓએ લગભગ ૧૮ દિવસ પછી પેટ્રોલના ભાવમાં ૧6 પૈસા અને ડીઝલના ભાવમાં 20 પૈસાનો વધારો કર્યો હતો અને આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભવામાં વધારો થયો છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 90.74 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.12 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 97.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.19 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 92.70 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.09 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. કોલકાતામાં આ કિંમત ક્રમશઃ 90.92 રૂપિયા અને 83.98 રૂપિયા પ્રતિ લિટર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કથિત રીતે પાંચ રાજ્યોની ચૂંટણીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાનો બોજ સરકારી ઓઈલ કંપનીઓએ પોતે વહન કર્યો હતો.
ચૂંટણી પરિણામોના બે દિવસ પછી સરકારી ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલનો ભાવ વધારાનો બોજ હવે ગ્રાહકોના માથે નાંખ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક સુધારો કરતી ઓઈલ કંપનીઓએ તાજેતરના મહિનાઓમાં અનપેક્ષિત રીતે ૧૫મી એપ્રિલે આંશિક રીતે ભાવ ઘટાડયા પછી ભાવમાં સુધારો ફ્રીઝ કરી દીધો હતો. યોગાનુયોગ આ જ સમયમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હતી. બીજી મેએ પરિણામ જાહેર થયા પછી તુરંત જ ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ઓઈલ બજારમાં મજબૂતીના ટ્રેન્ડને અનુરૂપ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં વધારાના સંકેત આપ્યા હતા.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.