Historic Highest Prices: પેટ્રોલ બાદ હવે ડીઝલની પણ સેન્ચુરી, આ રાજ્યમાં ભાવ 100 રૂપિયાને પાર
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના અને લદ્દાખમાં પહેલા જ પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયો છે.
રાજ્યમાં સતત બીજા દિવસે પેટ્રોલ ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. રાજ્યમાં આજે પેટ્રોલની કિંમતમાં 26 પૈસા અને ડિઝલની કિંમતમાં પ્રતિ લિટરે 25 પૈસાનો વધારો થયો છે. સતત વધી રહેલા ભાવ વધારાથી નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં પેટ્રોલ 96.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.98 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
- દિલ્હીમાં આજે પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 86.98 રૂપિયા પ્રતિ લિટર
- કોલકાતામાં પેટ્રોલ 06 રૂપિયા અને ડીઝલ 89.83 રૂપિયા પ્રતિ લિટર
- મુંબઈમાં પેટ્રોલ 30 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નઈમાં પેટ્રોલ 43 રૂપિયા અને ડીઝલ 91.64 રૂપિયા પ્રતિ લિટર
- જયપુરમાં પેટ્રોલ 73 રૂપિયા અને ડીઝલ 95.92 રૂપિયા પ્રતિ લિટર
- ભોપાલમાં પેટ્રોલ 29 રૂપિયા અને ડીઝલ 95.60 રૂપિયા પ્રતિ લિટર
- નોયડામાં પેટ્રોલ 46 રૂપિયા અને ડીઝલ 87.46 રૂપિયા પ્રતિ લિટર
રાજસ્થાનમાં હવે ડીઝલની પણ સેન્ચુરી
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના અને લદ્દાખમાં પહેલા જ પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયો છે. રાજસ્થાનમાં હવે ડીઝલે પણ સેન્ચુરી લગાવી દીધી છે. રાજસ્થાન એવું પ્રથમ રાજ્ય છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ બન્ને 100 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયા છે. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલ 107 રૂપિયા અને ડીઝલ 100.05 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
- ગુજરાતના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.12 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.72 રૂપિયા પર પહોંચી ગઈ છે.
- ગાંધીનગરમાં પેટ્રોલ પ્રતિ લિટરે 93.31 રૂપિયા, અને ડિઝલ પ્રતિ લિટરે 93.91 રૂપિયા પર પહોંચી.
- રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 92.89 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.51 રૂપિયા પર પહોંચી છે.
- વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 92.78 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.39 રૂપિયા પર પહોંચી છે.
- જામનગરમાં પેટ્રોલની કિંમત 93.04 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.64 રૂપિયા પર પહોંચી છે.
- જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.72 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 94.34 રૂપિયા પર પહોંચી છે.
- સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.13 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 93.75 રૂપિયા પર પહોંચી છે.
- આઠ મહાનગરોમાં ભાવનગરમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત સૌથી વધુ છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.69 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 95.28 રૂપિયા પર પહોંચી છે.