શોધખોળ કરો
Advertisement
પેટ્રોલના ભાવમાં સતત ત્રીજા દિવસે થયો વધારો, જાણો શું છે આજનો ભાવ
છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલના ભાવમાં 45 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ રવિવારે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસા જ્યારે ચેન્નાઈમાં 21 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો હતો.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ ફરી એક વખત 73 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયો છે. ઓઈલ કંપનીઓ દ્વારા સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.
દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલના ભાવમાં 45 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ રવિવારે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસા જ્યારે ચેન્નાઈમાં 21 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો હતો.
ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ પ્રમાણે, દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશઃ 73.05 રૂપિયા, 75.76 રૂપિયા, 78.72 રૂપિયા અને 75.92 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે ચારેય મહાનગરમાં ડીઝલના ભાવમાં કોઇ વધારો થયો નથી.
અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 19 પૈસા વધીને 70.42 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ 68.94 પર સ્થિર રહ્યો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 70.35 રૂપિયા, વડોદરામાં પેટ્રોલનો ભાવ 70.14 રૂપિયા, રાજકોટમાં પેટ્રોલનો ભાવ 70.24 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે.
INDvBAN: નાગપુરમાં ટીમ ઈન્ડિયા માટે ‘કરો યા મરો’નો જંગ, જાણો કેટલા વાગે થશે ટોસ અને કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
સુરતમાં આર્થિક મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ પડી ટાઇ, સુપર ઓવરમાં થયો નિર્ણય, મેચમાં ઓવર કરતાં વધારે લાગ્યા છગ્ગા
ભારતમાં લોન્ચ થયું વધુ એક ઈ સ્કૂટર, ટોપ સ્પીડ જાણીને લાગી જશે આંચકો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement