શોધખોળ કરો
Advertisement
INDvBAN: નાગપુરમાં ટીમ ઈન્ડિયા માટે ‘કરો યા મરો’નો જંગ, જાણો કેટલા વાગે થશે ટોસ અને કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
સાંજે 6.30 કલાકે ટોસ થશે અને 7 વાગ્યાથી મેચ શરૂ થશે. મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પરથી નીહાળી શકાશે
નાગપુરઃ ભારત અને બાંગ્લાદેશ ત્રણ T-20 સીરિઝની નિર્ણાયક મેચ રવિવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ 1-1ની બરોબરી પર છે. રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ રાજકોટની હારને ભૂલીને સીરિઝ જીતી ઈતિહાસ રચવા માંગશે.
સાંજે 6.30 કલાકે ટોસ થશે અને 7 વાગ્યાથી મેચ શરૂ થશે. મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પરથી નીહાળી શકાશે. નિર્ણાયક ટી-૨૦માં સ્પિનરોની ભૂમિકા નિર્ણાયક બનશે. જે ટીમના સ્પિનરો ચાલશે તે વિજેતા બનશે. વીસીએ સ્ટેડિયમમાં અત્યાર સુધી 11 ટી-20 મેચ રમાઇ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 8 વખત જીતી છે.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ક્રુનાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે , શાર્દુલ ઠાકુર.
ભરૂચઃ પાનોલી નેશનલ હાઇવે પર ટ્રક ચલાકે બે બાઇકને લીધા અડફેટે, એકનું મોત, ત્રણ ઘાયલ
સુરતમાં આર્થિક મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ પડી ટાઇ, સુપર ઓવરમાં થયો નિર્ણય, મેચમાં ઓવર કરતાં વધારે લાગ્યા છગ્ગા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement