શોધખોળ કરો
Advertisement
સુરતમાં આર્થિક મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો, જાણો વિગતે
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 37 વર્ષીય જયસુખ ઠુંમરે પોતાના ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધું હતું. કાપોદ્રા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હીરા ઉદ્યોગ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને તેની સીધી જ અસર રત્નકલાકારો પર થઈ રહી છે. કામ મળતું બંધ થઈ જવાના કારણે સુરતમાં કેટલાક રત્નકલાકારો આપઘાત કરી ચુક્યા છે ત્યારે આવી જ વધુ એક ઘટના ફરી બની છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 37 વર્ષીય રત્ન કલાકાર જયસુખ ઠુંમરે પોતાના ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધું હતું. કાપોદ્રા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
દિવાળીના થોડા દિવસો પહેલા જ સુરતમાં આર્થિક સંકડામણના એક રત્નકલાકારને ભરખી ગઈ હતી. અમરોલી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય રત્નકલાકાર નયન રમેશ લખાણીએ મંદીના કારણે મકાનના હપ્તા ન ભરી શકવાને કારણે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. LIC HFL બેન્ક ના હપ્તા ન ભરાતા બેન્ક દ્વારા મકાનમાં નોટિસ મારવામાં આવી હતી.જેના કારણે રત્ન કલાકારને માઠું લાગી આવતા આત્મહત્યા કરી હતી.નોટિસ કોઈ કાગળ માં નહીં પરંતુ ઘરની દીવાલ પર લખાણ કરી મારવામાં આવી હતી. આ અંગે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ પડી ટાઇ, સુપર ઓવરમાં થયો નિર્ણય, મેચમાં ઓવર કરતાં વધારે લાગ્યા છગ્ગા
ભારતમાં લોન્ચ થયું વધુ એક ઈ સ્કૂટર, ટોપ સ્પીડ જાણીને લાગી જશે આંચકો
આણંદમાં હથિયારના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion