(Source: ECI/ABP News/ABP Majha)
PIB Fact Check: સારા સમાચાર! નવી પેન્શન સિસ્ટમ રદ થશે, દેશભરમાં લાગુ થશે જૂની પેન્શન સિસ્ટમ? જાણો સરકારે શું કહ્યું....
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર નવી પેન્શન સિસ્ટમને સંપૂર્ણપણે રદ કરી શકે છે.
PIB Fact Check: જૂની પેન્શન સ્કીમને લઈને ઘણી વાતો ચાલી રહી છે. કેન્દ્ર સરકાર નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના શરૂ કરી શકે છે. તે જ સમયે, સરકારે ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે લોકસભામાં માહિતી આપી છે. આ સાથે ઘણા રાજ્યોમાં કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે. આવો તમને જણાવીએ કે કેન્દ્ર સરકાર પેન્શન સિસ્ટમને લઈને શું પ્લાન બનાવી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મેસેજ
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર નવી પેન્શન સિસ્ટમને સંપૂર્ણપણે રદ કરી શકે છે. PIBએ આ વાયરલ મેસેજ જોતાં જ આ અંગે માહિતી આપી છે. આવો તમને જણાવીએ કે આ વાયરલ મેસેજનું સત્ય શું છે.
પીઆઈબીએ ટ્વીટ કર્યું
PIB ફેક્ટ ચેકે તેના સત્તાવાર ટ્વિટમાં લખ્યું છે કે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર નવી પેન્શન યોજના (NPS)ને રદ કરીને જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરી શકે છે. પીઆઈબીએ લખ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ભ્રામક છે. જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પ્રસ્તાવ નથી.
दावा : केंद्र सरकार नई पेंशन योजना (NPS) को रद्द कर पुरानी पेंशन (OPS) लागू कर सकती है। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) December 12, 2022
▶️ ये दावा भ्रामक है।
▶️ केंद्र सरकार की ओर से पुरानी पेंशन योजना (OPS) लागू करने का कोई प्रस्ताव नहीं है। pic.twitter.com/sLqqcnX8Aq
સરકાર પાસે આવી કોઈ યોજના નથી
પીઆઈબીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. સરકાર જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવા માટે કોઈ યોજના બનાવી રહી નથી. આ સિવાય પીઆઈબીએ કહ્યું છે કે આવા વાયરલ મેસેજ કોઈની સાથે શેર ન કરો અને તેમના પર વિશ્વાસ ન કરો.
NPS ના પૈસા રિફંડ માટે કોઈ જોગવાઈ નથી
આ સાથે તમને જણાવી દઈએ કે રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢ જેવા ઘણા રાજ્યોમાં સરકારે જૂની પેન્શન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા અંગે કેન્દ્ર સરકારને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ સાથે એનપીએસના પૈસા પરત કરવાનો પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો હતો, જેના પછી આ રાજ્ય સરકારોને જણાવવામાં આવ્યું હતું કે એનપીએસના પૈસા પરત કરવાની કોઈ જોગવાઈ નથી.