QR Code: હવે દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુ પર લાગશે ક્યુઆર કોડ, સ્કેન કરવાથી મળશે તમામ માહિતી
QR Code on Electronic Items : નવા નિયમ અનુસાર, ટીવી, ફ્રિજ, ઓવન અને તમામ ઇલેક્ટ્રિકલ ઉપકરણો સંબંધિત માહિતી તેના બોક્સ પર લાગેલા QR કોડમાં હશે. હાલમાં તેનો અમલ 1 વર્ષથી કરવામાં આવ્યો છે.
![QR Code: હવે દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુ પર લાગશે ક્યુઆર કોડ, સ્કેન કરવાથી મળશે તમામ માહિતી QR Code Now All Electronic Items Will Have QR Code Full Information On Scanning QR Code: હવે દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુ પર લાગશે ક્યુઆર કોડ, સ્કેન કરવાથી મળશે તમામ માહિતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/17/ec7db2aadf9c27becb1861221dcb95bb1658056161_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
QR Code Scanner: આજના યુગમાં સામાન્ય રીતે લગભગ દરેક હાથમાં મોબાઈલ જોઈ શકાય છે. QR કોડ સ્કેનિંગ એપ્લિકેશન દરેકના મોબાઇલ ફોનમાં જોવા મળે છે. તમે જયારે સ્કેન કરશો ત્યારે તેની સંબંધિત માહિતી અથવા તેની લિંક મોબાઇલ પર આવી જશે અને તેને જોયા પછી તમે તેના વિશે જાણી શકશો કે આ ઉત્પાદન કેવી રીતે કામ કરે છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લીગલ મેટ્રોલોજી નિયમો, 2011ના નિયમોમાં ફેરફાર કર્યા છે.
QR કોડમાં હશે તમામ માહિતી
નવા નિયમ અનુસાર, ટીવી, ફ્રીજ, ઓવન અને તમામ વીજળીથી ચાલતા ઉપકરણો સંબંધિત માહિતી તેના બોક્સ પર લહેલા QR કોડને સ્કેન કરવાથી ઉપલબ્ધ થશે. આ QR કોડમાં ઉપકરણ વિશેની તમામ માહિતી હશે. હાલમાં તેનો અમલ 1 વર્ષથી કરવામાં આવ્યો છે. આની મદદથી ગ્રાહક ઉત્પાદનથી લઈને તેના ઉપયોગ સુધીની માહિતી મેળવી શકશે. આ સાથે જ ઉત્પાદક અને પેક કરનારને એકસાથે તમામ માહિતી મળશે.
મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું
તમને જણાવી દઈએ કે આની પાછળ મંત્રાલયનો ઈરાદો ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીઝને વધુ સરળ બનાવવાનો છે. મંત્રાલય તરફથી જાહેર કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે હવે QR કોડની મદદથી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ વિશે જાણકારી મળશે.
લીગલ મેટ્રોલોજીમાં 1 વર્ષની છૂટ
નવા નિયમો અંગે જાહેર કરાયેલા જાહેરનામામાં એવું કહેવામાં આવ્યું હતું કે ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ વસ્તુઓ) માટે બીજો સુધારો કર્યો છે. જેમાં નિયમ 2022માં 1 વર્ષ માટે આ છૂટ આપવામાં આવી છે.
QR કોડ શું છે?
QR કોડની મદદથી, તે પ્રોડક્ટ વિશેની તમામ માહિતી ખરીદનારને ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ થશે. આમાં, મહત્વપૂર્ણ માહિતી પેકેજમાંના લેબલ પર સારી રીતે પ્રદર્શિત થશે. અન્ય માહિતી ગ્રાહકને QR કોડ દ્વારા આપવામાં આવશે. આમાં માત્ર ટેલિફોન નંબર અને ઈ-મેઈલ અલગ રાખવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)