શોધખોળ કરો
Advertisement
વધુ એક અમેરિકન કંપનીએ Jioમાં કર્યું રોકાણ, 0.15 ટકા હિસ્સા માટે 730 કરોડ રૂપિયા આપશે
Qualcommનું હેડક્વાર્ટર અમેરિકાના કેલિફોર્નિયામાં છે. આ વાયરલેસ ટેક્નોલોજી ક્ષેત્રની કંપની છે.
નવી દિલ્હીઃ રિલાયંસ જિઓમાં વધુ એક અમેરિકન કંપનીએ રોકાણ કરવાની જાહેરાત કરી છે. અમેરિકાની 5-જી જાયંટ તરીકે જાણીતી કંપની ક્વોલકોમ દ્વારા રિલાયંસ જિઓમાં 730 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે બદલ કંપનીને જિઓની 0.15 ટકા ભાગીદારી મળશે.
વાયરલેસ ટેક્નોલોજી માટે જાણીતી દિગ્ગજ કંપની ક્વોલકોમ ઇનકોર્પોરેટેડની ઇનવેસ્ટમેંટ કંપની ક્વોલકોમ વેંચર્સે જિઓમાં 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેવી જાહેરાત કરી છે. આ ડીલ માટે જિઓની ઇક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
Qualcommનું હેડક્વાર્ટર અમેરિકાના કેલિફોર્નિયામાં છે. આ વાયરલેસ ટેક્નોલોજી ક્ષેત્રની કંપની છે. આ કંપની પાસે 3G, 4G અને 5G જેવી વાયરલેસ ટેક્નોલોજીમાં કામ કરવાની મહારથ મેળવી છે. ક્વોલકોમની ટેક્નોલોજી અને પ્રોડક્ટનો ઉપયોગ કરીને દુનિયાભરમાં મોબાઈલ ડિવાઈસસ અને વાયરલેસ પ્રોડક્સમાં થાય છે.
સ્માર્ટફોન બનાવનારી કેટલીક પ્રમુખ કંપનીઓ ક્વોલકોમની સ્નેપડ્રેગન (Qualcomm's Snapdragon) સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ કંપનીની ટેક્નોલોજી અને પ્રોડક્ટ ઓટોમેટિક, કમ્પ્યુટર અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સમાં (IoT) ઉપયોગ કરવામાં આવે છે. વૈશ્વિક સ્તર ઉપર આ કંપની પાસે મોટી સંખ્યામાં પેન્ટન્ટ છે. ભારતમાં પણ આ કંપનીએ સૌથી વધારે પેટન્ટ ફાઈલ કર્યા છે.
નોંધનીય છે કે, સૌથી પહેલા ફેસબુકે 9.99 ટકા શેર 22મી એપ્રીલના રોજ 43,574 કરોડના રોકાણની જાહેરાત સાથે ખરીધ્યા હતા. જે સાથે જ જનરલ એટલાંટિક, કેકેઆર, સાઉદી સોવેરિઅન વેલૃથ ફંડ, અબુ ધાબી સ્ટેટ ફંડ, સાઉદી અરેબિયાની પીઆઇએફ અને ઇંટેલને જિઓના શેર વેચ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion