શોધખોળ કરો

RBI Repo Rate: સસ્તી લોન માટે જોવી પડશે રાહ, RBI એ વ્યાજ દરમાં ન કર્યો કોઈ ઘટાડો, જાણો રેપો રેટ કેટલો છે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યા પછી આ પ્રથમ RBI MPCની બેઠક છે.

RBI Monetary Policy Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI) મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કર્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપી છે. રેપો રેટ સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યો છે. એટલે કે સામાન્ય લોકોને હજુ પણ સસ્તી લોન માટે રાહ જોવી પડશે.

વર્તમાન દરો

પોલિસી રેપો રેટ (Policy Repo Rate): 6.50%

સ્થાયી થાપણ સુવિધા દર (Standing Deposit Facility Rate): 6.25%

સીમાંત સ્થાયી સુવિધા દર (Marginal Standing Facility Rate): 6.75%

બેંક રેટ (Bank Rate): 6.75%

ફિક્સ્ડ રિવર્સ રેપો રેટ (Fixed Reverse Repo Rate): 3.35%

અનામત ગુણોત્તર (Reserve Ratios)

CRR: 4.50%

SLR: 18.00%

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ છેલ્લે રેપો રેટ વધાર્યો હતો. કેન્દ્રીય બેંકે છેલ્લે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ તેમાં ફેરફારની શક્યતા ઓછી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યા પછી આ પ્રથમ RBI MPCની બેઠક છે. નિષ્ણાતો માને છે કે આ બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નર શક્તિકાંત દાસ રેપો રેટને સ્થિર રાખી શકે છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્રીય બેંક એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ અને ફુગાવાને નિયંત્રિત કરશે. નોંધનીય છે કે શક્તિકાંત દાસે પહેલેથી જ સંકેત આપ્યા હતા કે આગામી વર્ષમાં વિકાસ દર 7 ટકાની આસપાસ રહી શકે છે, જ્યારે ફુગાવાનો દર સરેરાશ 4.5 ટકાની આસપાસ રહેશે.

રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. હકીકતમાં, રેપો રેટની અસર સામાન્ય લોકો દ્વારા બેંકોમાંથી લેવામાં આવેલી લોનની EMI પર જોવા મળે છે. જો રેપો રેટમાં ઘટાડો થાય છે તો સામાન્ય લોકોની હોમ અને કાર લોનની EMI ઘટે છે અને જો રેપો રેટ વધે છે તો કાર અને હોમ લોનના ભાવ વધે છે.

સામાન્ય રીતે આરબીઆઈની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની સામાન્ય લોકો પર જ અસર થતી નથી પરંતુ શેરબજાર પણ તેના પર ચાંપતી નજર રાખે છે. કેન્દ્રીય બેંક દ્વારા કરવામાં આવેલી જાહેરાતોની અસર ઘણી કંપનીઓ અથવા બેંકિંગ શેરો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ વખતે પણ જોવા મળી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સેન્ટ્રલ બેંકના નિર્ણયો બજારમાં તેજી લાવે છે કે પછી ઘટાડાનું કારણ બને છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget