શોધખોળ કરો
RIL AGM: મુકેશ અંબાણીએ 5Gને લઈ શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
જિયોએ 5G સોલ્યૂશન ડેવલપકર્યુ છે, ત્રણ વર્ષમાં 50 કરોડથી વધારે જિયો ગ્રાહકો હશે તેમ મુકેશ અંબાણીએ 43મી વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું.

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 43મી એજીએમ કોરોના સંકટને જોતા આ વખતે ઓનલાઈન યોજાઈ. વિવિધ વર્ચુઅલ પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સના લાખો શેર હોલ્ડર્સ આ બેઠકમાં સામેલ થયા. એજીએમમાં સંબોધન કરતાં મુકેશ અંબાણીએ કહ્યું, જિયો ફાઇબર સાથે દસ લાખથી વધારે ઘર જોડાઈ ચુક્યા છે. જિયોએ 5G સોલ્યૂશન ડેવલપકર્યુ છે. ત્રણ વર્ષમાં 50 કરોડથી વધારે જિયો ગ્રાહકો હશે. મુકેશ અંબાણીએ કહ્યુ, અમે ભારતમાં વર્લ્ડ ક્લાસ 5G સેવાઓ આપીશું. અમે ગ્લોબલ ટેલિકોમ ઓપરેટર્સને પણ 5G સોલ્યૂશન આપીશું. જિયોનું 5G સોલ્યૂશન પ્રધાનમંત્રી મોદીને સમર્પિત છે. જેવું અમને 5જી સ્પેક્ટ્રમ મળશે ટ્રાયલ શરૂ કરીશું. ફિલ્ડમાં ઉપયોગ માટે આગામી વર્ષ સુધીમાં આ ટેકનોલોજી તૈયાર કરવામાં આવી શકે છે. તાજેતરના મહિનાઓમાં કોરોના મહામારીના કારણે ડેટા ટ્રાફિકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જિયોનું મોબાઈલ બ્રોડબેન્ડ નેટવર્ક વિશાળ છે અને ગત મહિને 500 કરોડ GB ડેટા ડિલિવર કર્યો હોવાનું અંબાણીએ જણાવ્યું હતું. મુકેશ અંબાણીની સ્પીચના અન્ય મુખ્ય મુદ્દા - બેઠક દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું, કોરોના વાયરસ મોટો પડકાર બનીને આવ્યો છે પરંતુ ભારત તથા વિશ્વ તેમાંથી ઝડપથી બહાર આવીને સારો ગ્રોથ કરશે. - મુકેશ અંબાણી કહ્યું, સંકટના સમયે અવસર પણ આવે છે. RILનું માર્કેટ કેપ 150 બિલિયન ડોલરને પાર થઈ ગયું છે. - ગૂગલ સાથેના કરારની જાહેરાત કરી અંબાણીએ કહ્યું, ગૂગલ જિયોમાં 7.7 ટકા હિસ્સો ખરીદશે. આ માટે ગૂગલ જિયોમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. - સમય પહેલા દેવામુક્ત થવાનું અમારું વચન નિભાવ્યું છે.
વધુ વાંચો




















