કોરોનાથી પ્રભાવિત રાજ્યોને રિલાસન્ય ઇન્ડસ્ટ્રીઝ દરરોજ 700 ટન ઓક્સિજન સપ્લાય કરે છે
જામનગર રિફાઈનરીમાં મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન નથી થતું. આ રિફાઈનરીમાં ક્રૂડ ઓઈલને ડીઝલ, પેટ્રોલ અને જેટ ફ્યૂલમાં ફેરવવામાં આવે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે ત્યારે જાણીતા ઉદ્યોગપિત મુકશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની જામનગર રિફાઈનરીમાં દરરોજ 700 ટનથી વધારે મેડિકલ ધોરણે ઓક્સિજનનું ઉત્પાદન કરી રહી છે. આ ઓક્સિજન કોરોનાથી પ્રભાવિત રાજ્યોને ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે. સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. કંપનીની જામનગર રિફાઈનરીએ શરૂઆતમાં 100 ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કર્યું હતું, ત્યાર બાદ તેને વધારીને 700 ટન કરવામાં આવ્યું. સ્તરો દ્વારા મળેલી જાણકારી અનુસાર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય એવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને ઓક્સિજન સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે. જ્યાં દરરોજ 70,000થી વધારે દર્દીને રાહત મળશે. મળેલી જાણકારી અનુસાર કંપની ટૂંકમાં જ મેડિકલ ગ્રેડના ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા વધારીને 1000 ટન કરવાની યોજના બનાવી રહી છે. આ મામલે કંપની તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
જામનગર રિફાઈનરીમાં મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન નથી થતું. આ રિફાઈનરીમાં ક્રૂડ ઓઈલને ડીઝલ, પેટ્રોલ અને જેટ ફ્યૂલમાં ફેરવવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસના વધતા કેસ ઝડપથી વધી રહ્યા છે અને ઓક્સિજની માગ વધી છે, તેને જોતા રિલાયન્સે એવી મશીનરી લગાવી છે જેમાં મેડિકલ સ્તરે ઓક્સિજનનું ઉત્પાદન શક્ય થઈ શક્યું છે.
સૂત્રોનું કહેવું છે કે, મેડિકલ માટે ઉપયોગમાં થનાર ઓક્સિજન બનાવવા માટે ઔદ્યોગિક ઓક્સિજન બનાવવા માટેની સુવિધાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૂત્રો અનુસાર, “દરરજો લગભગ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરીને દેશના જુદા જુદા રાજ્યને મોકલવામાં આવી રહ્યું છે. તેનાથી દરરોજ 70,000થી વદારે ગંભીર રીતે બીમાર દર્દીઓને રાહત મળશે.” ઓક્સીજનની સપ્લાઈ ખાસ ટેન્કરોમાં શૂન્યથી નીચે –(183) ડિગ્રી સેલ્સિયસ પર કરવામાં આવી રહી છે અને ટ્રાન્સપોર્ટ ખર્ચ સહિંત ઓક્સિજનને રાજ્ય સરકારને કોઈપણ ખર્ચ વગર આપવામાં આવી રહ્યા છે.
આ કંપનીની કંપની સામાજિક જવાબદારીની પહેલનો એક ભાગ છે. જાહેર ક્ષેત્રની આઈઓસી ને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) પણ પોતાની રિફાઈનરીઓમાં મેડિકલના ઉપયોગમાં થનાર ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરી તેનું વિતરણ પ્રભાવિત રાજ્યને કરી રહી છે. ઉપરાંત સેલ, ટાટા સ્ટીલ જેવી સ્ટીલ કંપનીઓએ પણ પોતાના સંયંત્રોમાં મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરી રાજ્યોને આપવાનું શરૂ કર્યું છે.