શોધખોળ કરો
Advertisement
રિલાયન્સ જિયો ગ્રાહકોને આપશે તગડો ઝટકો, તમામ પ્લાનના ભાવમાં ઝીંકશે વધારો
હાલમાં કંપનીએ એ નથી જણાવ્યું કે કયા પ્લાનામાં કેટલા રૂપિયાનો વધારો કરવામાં આવશે, પરંતુ ટૂંક સમયમાં તેની પણ જાહેરાત કરી દેવામાં આવશે.
નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ પોતાના પ્લાનની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હાલમાં જ રિલાયન્સ જિયોએ નોન જિયો કોલિંગ માટે પૈસા લેવાની શરૂઆત કરી છે અને તેના માટે નવા પ્લાનની પણ શરૂઆત કરી છે.
બીજી ટેલીકોમ કંપનીઓ જેવી વોડાફોન આઈડિયા અને એરટેલે પણ 1 ડિસેમ્બરથી પ્લાનની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારાની કિંમત પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પર લાગૂ થશે.
રિલાયન્સ જિયોએ પ્રેસ રિલીઝમાં કહ્યું, મીડિયા રિપોર્ટ્સમાં જેમ કહેવામાં આવી રહ્યું છે, અમે સમજી છીએ કે TRAI ટેલીકૉમ ટૈરિફને લઈને કન્સલ્ટેશન પ્રોસેસ શરૂ કરવાના છે. બીજા ઓપરેટર્સની જેમ અમે પણ સરકાર સાથે કામ કરશું અને રેગ્યૂલેટરી રિજીમને મજબૂત કરશું એટલે ભારતીય યૂઝર્સના ફાયદા માટે ઈન્ડસ્ટ્રી મજબૂત થઈ શકે. આગામી કેટલાક મહિનાઓમાં અમે પ્લાનની કિંમતમાં વધારો કરીશું.
હાલમાં કંપનીએ એ નથી જણાવ્યું કે કયા પ્લાનામાં કેટલા રૂપિયાનો વધારો કરવામાં આવશે, પરંતુ ટૂંક સમયમાં તેની પણ જાહેરાત કરી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement