શોધખોળ કરો
Advertisement
મોદી સરકારને તગડો ઝટકો, રિઝર્વ બેંકે GDPનો અંદાજ ઘટાડીને 5% ટકા કર્યો
રિઝર્વ બેંકે કહ્યું છે કે જીડીપી અંદાજ કરતાં ઓછો રહી શકે છે. ચાલુ વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6 વર્ષના નીચલા સ્તર 4.5 ટકા સુધી પહોંચી ગયો હતો.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય બેંકે તેની મૌદ્રિક નીતિ સમીક્ષામાં નાણાકીય વર્ષ 2019-20 માટે દેશના GDP ગ્રોથનો અંદાજ 6.1 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. ઉપરાંત મોંઘવારી દરનો અંદાજ 3.5 ટકાથી વધારીને 3.7 ટકા કરી દેવામાં આવ્યો છે.
આ પહેલા અનેક રેટિંગ એજન્સીઓ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડી દીધો હતો. હવે રિઝર્વ બેંકે કહ્યું છે કે જીડીપી અંદાજ કરતાં ઓછો રહી શકે છે. ચાલુ વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6 વર્ષના નીચલા સ્તર 4.5 ટકા સુધી પહોંચી ગયો હતો.
રેટિંગ એજન્સી ક્રિસિલે નાણાકીય વર્ષ 2020 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 6.3 ટકાની ઘટાડીને 5.1 ટકા કરી દીધો છે. બીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર ઘટીને 6.1 ટકા થઈ જવો સૌથી મોટી ચિંતાની વાત છે. જે નવી જીડીપી શ્રુંખલામાં સૌથી ઓછો છે. અમે ચાલુ નાણાકીય વર્ષમાં નોમિનલ જીડીપીની સરેરાશ 8.9 ટકા આશા રાખતા હતા, જયારે બજેટમાં 12 ટકાનું અનુમાન કરવામાં આવ્યું હતું.
જીડીપીથી કોઈ પણ દેશના અર્થતંત્રની સ્થિતિની ખબર પડે છે. જેની ગણતરી સામાન્ય રીતે વાર્ષિક આધારે થાય છે પરંતુ ભારતમાં દર ત્રણ મહિને તેનું મૂલ્યાંકન થાય છે. થોડા વર્ષો પહેલા તેમાં સ્વાસ્થ્ય, બેંકિંગ, એજ્યુકેશન અને કમ્પ્યુટર જેવી અલગ અલગ સેવાઓ એટલે કે સર્વિસ સેક્ટરને જોડી દેવામાં આવ્યા છે.Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das: As regards the external sector, exports contracted in September-October 2019 reflecting the persisting weakness in global trade but non-oil export growth returned to positive territory in October, after a gap of 2 months. pic.twitter.com/7gAQXItLWm
— ANI (@ANI) December 5, 2019
કર્ણાટકઃ બે દિવસ પહેલા પંજો છોડી ભાજપમાં ભળી ગયા હતા આ નેતા, ફરી કોંગ્રેસમાં વાપસી કરી કહ્યું- મને......
હેલ્મેટ વગર શહેરમાં બાઇક ચલાવવાની રાજ્ય સરકારે છૂટ આપ્યા બાદ અમદાવાદના કમિશ્નરે લોકોને શું કરી અપીલ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion