શોધખોળ કરો
Advertisement
ફોર્ચ્યુન 500 લિસ્ટઃ રિલાયન્સ બની દેશની સૌથી મોટી કંપની, 10 વર્ષથી ટોપ રહેલી આ કંપનીને પછાડી, જાણો વિગત
લિસ્ટમાં સામેલ 500 કંપનીઓની સરેરાશ આવકમાં આશરે 9.53 ટકા અને નફામાં 11.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાલુ વર્ષના લિસ્ટમાંથી 57 કંપનીઓ બહાર થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ રિટેલ અને ટેલીકોમની મદદથી મુકેશ અંબાણીના માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ફોર્ચ્યુન ઈન્ડિયા 500 લિસ્ટમાં સૌથી મોટી કંપની બની ગઈ છે. આ પહેલા સતત 10 વર્ષ સુધી સરકારી તેલ કંપની ઈન્ડિયન ઓયલ લિમિટેડ (IOC) પ્રથમ સ્થાન પર હતી. નાણાકીય વર્ષ 2018-19માં રિલાયન્સને 5.81 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી.
ટોપ 10માં સામેલ થઈ આ કંપનીઓ
ફોર્ચ્યુન દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં ત્રીજા સ્થાન પર ONGC, ચોથા સ્થાન પર SBI, પાંચમા નંબર પર ટાટા મોટર્સ અને છઠ્ઠા સ્થાન પર BPCL રહી હતી. જ્યારે સાતમા ક્રમે રાજેશ એક્સપોર્ટસ, આઠમા ક્રમે ટાટા સ્ટીલ, નવમા નંબરે કોલ ઈન્ડિયા, 10માં ક્રમ પર TCS અને 11માં નંબર પર L&T રહી હતી. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક 12માં નંબર પર, હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ 13માં ક્રમે અને HDFC બેંક 14માં નંબરે રહી હતી. વેદાંતા લિમિટેડ ચાલુ વર્ષે ત્રણ સ્થાન ગબડીને 18માં ક્રમે પહોંચી હતી.
રિલાયન્સની આવકમાં 41 ટકા વધારો
ફોર્ચ્યુને કહ્યું કે, રિલાયન્સની આવકમાં 41 ટકા વધારો તયો છે. જે ઈન્ડિયન ઓયલની આવકથી આશરે 8.4 ટકા વધારે છે. ઈન્ડિયન ઓયલની આવક 26.6 ટકા વધીને 5.36 લાખ કરોડ રૂપિયા થઈ હતી. રિલાયન્સનો નફો પણ ઈન્ડિયન ઓયલથી બે ગણો આશરે 39,558 કરોડ રૂપિયા થયો હતો.
લિસ્ટમાં સામેલ કંપનીઓના નફામાં સરેરાશ 11 ટકાથી વધુનો વધારો
આ લિસ્ટમાં સામેલ 500 કંપનીઓની સરેરાશ આવકમાં આશરે 9.53 ટકા અને નફામાં 11.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાલુ વર્ષના લિસ્ટમાંથી 57 કંપનીઓ બહાર થઈ ગઈ છે. 65 કંપનીઓને કુલ 1.67 લાખ કરોડ રૂપિયાની ખોટ થઈ છે. 22માંથી 14 સરકારી બેંકોની કુલ ખોટ 74,253 કરોડ રૂપિયા રહી છે.
પ્રેમીએ કર્યા અન્ય યુવતી સાથે લગ્ન, ડોક્ટર પ્રેમિકાને આવ્યો ગુસ્સો, પ્રેમીને બોલાવ્યો ક્લિનિક પર ને....
બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ, આરોપી પરીક્ષાર્થી કેટલા વર્ષ નહીં આપી શકે પરીક્ષા, જાણો વિગત
સુરતઃ ડમ્પરે મોપેડને મારી ટક્કર, બે પિતરાઈ ભાઈઓના મોત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement