7th Pay Commission: મોદી સરકારનો મોટો નિર્ણયઃ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 8000 રૂપિયા સુધીનો વધારો, જાણો વિગત
સરકારના આ નિર્ણય બાદ કર્મચારીઓનો પગારમાં 1000 રૂપિયાથી લઈને 8000 રૂપિયા સુધી વધારો થયો છે.
7th Pay Commission: હોળી પહેલા મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી આપી છે. કેન્દ્રીય કર્મચારીઓના અન્ય ભથ્થામાં વધારો થયો છે. સરકારના આ નિર્ણય બાદ કર્મચારીઓનો પગારમાં 1000 રૂપિયાથી લઈને 8000 રૂપિયા સુધી વધારો થયો છે.
કર્મચારીઓના ભથ્થામાં વધારો
તહેવાર પહેલા કેન્દ્રની મોદી સરકારે સંરક્ષણ વિભાગના સિવિલ કર્મચારીઓના જોખમ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓને આ ભથ્થું કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આપવામાં આવે છે અને તે જ આવા ભથ્થા વધારવાનો નિર્ણય લે છે. સરકારની સંમતિ પછી તેની જાહેરાત કરવામાં આવે છે.
8000 રૂપિયા સુધીનો પગાર વધ્યો
સંરક્ષણ વિભાગમાં સિવિલ કર્મચારીઓની ઘણી શ્રેણીઓને પણ રિસ્ક એલાઉન્સનો લાભ આપવામાં આવે છે. પરંતુ, આ ભથ્થું પણ પોસ્ટ પ્રમાણે બદલાય છે. જો આ વિશેષ ભથ્થાને વાર્ષિક ધોરણે ગણવામાં આવે તો તેનાથી કર્મચારીઓનો પગાર વાર્ષિક ધોરણે પગારમાં 1000 રૂપિયાથી 8000 રૂપિયા વધારો થયો છે.
જાણો કોને કેટલું ભથ્થું મળશે
આ શ્રેણીમાં આવતા કર્મચારીઓના ભથ્થા હેઠળ અનસ્કીલ્ડ કર્મચારીઓને દર મહિને 90 રૂપિયાનું જોખમ ભથ્થું આપવામાં આવશે. આ સિવાય સેમી સ્કીલ્ડ કર્મચારીઓને 135 રૂપિયા, સ્કીલ્ડ કર્મચારીઓને 180 રૂપિયા, નોન-ગેઝેટેડ ઓફિસરને 408 રૂપિયા અને ગેઝેટેડ ઓફિસરને 675 રૂપિયા પ્રતિ માસના દરે આ ભથ્થું આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ સંરક્ષણ નાગરિક કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
જસપ્રીત બુમરાહે શ્રીલંકા સામે બનાવ્યો મોટો રેકોર્ડ, ભારતનો કોઈપણ ફાસ્ટ બોલર નથી કરી શક્યો આ કારનામું
શ્રીલંકાએ ભારત સામે નોંધાવ્યો બીજો સૌથી ઓછો સ્કોર, 109 રનમાં ઓલઆઉટ, બુમરાહની 5 વિકેટ
આ રાજકીય વિશ્લેષકે દેશના ટોચના ઉદ્યોગપતિની પત્ની સાથે વીતાવી હતી રાત, ખુદ બિઝનેસમેને કરી હતી ઓફર