શોધખોળ કરો
Advertisement
SBI પોતાના ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, બચત ખાતાને લઈને લાગુ કર્યો આ નિર્ણય
એસબીઆઈના આ નિર્ણય અંતર્ગત હવે એક લાખ સુધીની જમા રકમ પર વ્યાજ 3 ટકાથી ઘટીને 2.75 ટકા કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ હાલમાં જ નિર્ણય કર્યો જે બાદ બચક ખાતા પર આપવામાં આવતું વ્યાજ 15 એપ્રિલથી ઘટી ગયું છે. બેંકે તેમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો ક્રયો છે. બેંકના આ નિર્ણયથી તમને કેટલનું નુકસાન થશે અને શું ફાયદો થશે એ સવાલ તમારા દિમાગમાં પણ આવ્યો હશે. આવો અમે તમને તેના વિશે જણાવીએ છીએ.
એસબીઆઈના આ નિર્ણય અંતર્ગત હવે એક લાખ સુધીની જમા રકમ પર વ્યાજ 3 ટકાથી ઘટીને 2.75 ટકા કરવામાં આવ્યું છે. એનો મતલબ એ થયો કે હવે એક લાખ સુધીની રકમ કે તેનાથી ઓછી રકમ પર 2.75 ટકા જ વ્યાજ મળશે જ્યારે તેનાથી વધારે રકમ પર 3 ટકા વ્યાજ મળશે.
તેની સાથે જ બેંકે ગ્રાહકોને રાહત આપતા MCLRમાં 0.35 ટકાના ઘટાડો કર્યો હતો. નવા દર 10 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા હતા. તેનાથી એ લોકોને ફાયદો થશે જેને ઘર અથવા કાર સંબંધિત કોઈ લોન લઈ રાખી હોય. સાથે જ ઈએમઆઈમાં પણ રાહત મળશે. નવા એમસીએલઆર દર લાગુ થયા બાદ એ આધારે 30 વર્ષ માટે લેવામાં આવેલ 1 લાખ રૂપિયાની હોમ લોન પર માસિક હપ્તો 24 રૂપિયા જેટલો ઘટી જશે.
જ્યારે એસબીઆઈએ EBRમાં પણ ઘટાડો કર્યો છે. હવે 7.8 ટકાથી ઘટીને 7.05 ટકા વાર્ષિક થયો છે. તેવી જ રીતે રેપો સાથે જોડાયેલ RLLR પણ 7.40 ટકાથી ઘટીને 6.65 ટકા વાર્ષિક થયો છે. નવા દર 1 એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion