શોધખોળ કરો

IT શેરોના કારણે જોરદાર તેજી સાથે શેર બજાર બંધ, સેન્સેક્સ 75,000 ને પાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએની સરકારની બનવાનો રસ્તો સાફ છે. આવી સ્થિતિમાં શેરબજારે પણ રાહતનો શ્વાસ લીધો છે.

Stock Market Closing On 6 June 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએની સરકારની બનવાનો રસ્તો સાફ છે. આવી સ્થિતિમાં શેરબજારે પણ રાહતનો શ્વાસ લીધો છે. અને સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજના વેપારમાં સ્ટાર પર્ફોર્મર આઇટી શેરો હતા જેમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. બજારને એનર્જી શેરોથી પણ સપોર્ટ મળ્યો છે. આજના સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 692 પોઈન્ટના ઉછાળા સાથે 75,000ને પાર કરી 75,074 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 201 પોઈન્ટના ઉછાળા સાથે 22,821 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

માર્કેટ કેપમાં 8 લાખ કરોડનો ઉછાળો

શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 416.32 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 408.06 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8.26 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો. જો કે, BSE માર્કેટ કેપ 4 જૂનના રોજના 426 લાખ કરોડના જીવનકાળના સર્વોચ્ચ સ્તર કરતાં હજુ પણ રૂ. 10 લાખ કરોડ ઓછું છે. 

અદાણી પાવરના શેરમાં નોંધપાત્ર વધારો

ગુરુવારે અદાણી ગ્રુપના તમામ શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે, પરંતુ અદાણી પાવરના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અદાણી પાવરે પણ NSE પર રૂ. 790 ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી છે, જેનો અર્થ છે કે બુધવારના બંધની સરખામણીમાં શેર 9 ટકા વધ્યો છે.

આજના માર્કેટમાં ટેક મહિન્દ્રા 4.07 ટકા, એચસીએલ ટેક 4.04 ટકા, એસબીઆઈ 3.46 ટકા, ઈન્ફોસીસ 2.95 ટકા, એનટીપીસી 2.65 ટકા, ટીસીએસ 2.24 ટકા, એલએન્ડટી 2.24 ટકા, વિપ્રો 2.09 ટકા, ભારતી એરટેલ 1.91 ટકા, ટાટા સ્ટીલ 1.65 ટકા, મારુતિ 1.47  ટકા, આઈટીસી 1.28 ટકા ઉછાળા સાથે ક્લોઝ થયા છે.   જ્યારે HUL 2.04 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.88 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.57 ટકા, નેસ્લે ઇન્ડિયા 1.36 ટકા, સન ફાર્મા 0.97 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

398 શેર અપર સર્કિટ

સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ઉછાળા સાથે અને 7 નુકસાન સાથે બંધ થયા હતા. કુલ 3945 શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાંથી 3010 શેરો ઉછાળા સાથે અને 833 નુકસાન સાથે બંધ થયા હતા. 398 શેર અપર સર્કિટ પર અને 195 લોઅર સર્કિટ પર બંધ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget