શોધખોળ કરો
Advertisement
ટ્રમ્પના પ્રવાસ પહેલા સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ 12 હજારની નીચે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બે દિવસીય ભારત પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ બારતીય સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે વૈશ્વિક ઘટનાક્રમો અને મુખ્ય આર્થિક આંકડાની સાથે સાથે રોકાણકારોની મજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે થનારા વ્યાપારીક કરારો પર પણ છે. જ્યારે બજાર આ સપ્તાહે જાહેર થનારા જીડીપી આંકડાની પણ રાહ જોઈ રહ્યું છે. પરંતુ સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ભારીય શેર બજારમાં કડાકો બોલી ગઓ છે. બીએસઈનો 30 શેરવાળો ઇન્ડેક્શ સેન્સેક્સ 133 પોઈન્ટના ઘટાડા સાથે 41,037 પર ખુલ્યો. તેવી જ રીતે એનએસઈનો નિફ્ટી 68 પોઈન્ટના ઘટાડા સાથે 12,012.55 પર ખુલ્યો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ સવારે 9.30 કલાકે 472.18 પોઈન્ટ એટલે કે 1.15 ટકાના ઘટાડા સાથે 40,697.94 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે 50 શેરવાળો નિફ્ટી ઇન્ડેક્સ 145.80 પોઈન્ટ એટલે કે 1.21 ટકાના ઘટાડા સાથે 11,935.05 પર કારોબાર કરી રહ્યો હતો. કોરોના વાયરસનો પ્રકોપ ચીનની બહાર અનેય દેશમાં પણ ફેલાવાવના અહેવાલને પગરે વૈશ્વિક બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બે દિવસીય ભારત પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. ટ્રમ્પ અને તેની પત્ની અને અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પનો ભારત પ્રવાસ સોમવારે અમદાવાદથી શરૂ થશે. બાદમાં તે આગ્રામાં તાજમહલ જોવા જસે અને બાદમાં દિલ્હી પહોંચશે. ટ્રમ્પના આ પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકાની વચ્ચે મોટા વેપારી કરારની આશા રાખવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement