શોધખોળ કરો
SBIના ATMમાંથી 2000 રૂપિયાની નોટ નીકળતી બંધ થઈ જશે ? સરકારે આપ્યો આવો જવાબ
8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરીને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. તેના સ્થાને 500 રૂપિયાની નવી અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી.
![SBIના ATMમાંથી 2000 રૂપિયાની નોટ નીકળતી બંધ થઈ જશે ? સરકારે આપ્યો આવો જવાબ Should Rs 2000 note demonetized govt clarify no plan to withdraw SBIના ATMમાંથી 2000 રૂપિયાની નોટ નીકળતી બંધ થઈ જશે ? સરકારે આપ્યો આવો જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/17235141/rs-2000-note.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ હાલ દેશની ઘણી બેંકોના એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ નીકળી રહી નથી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં પણ ઘણા સમયથી 2000 રૂપિયાની નોટ ન નીકળતી હોવાથી સરકાર તેને બંધ કરી રહી હોવાની ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં કહ્યું કે, સરકારનો 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પરત ખેંચવાનો કઈ ઈરાદો નથી. રાજ્ય નાણામંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું કે, સરકાર હજુ અનેક એટીએમમાં 2000 રૂપિયાની કરન્સી નોટ પૂરતા પ્રમાણમાં આપી રહી છે. મોટાભાગે 500 રૂપિયા અને 200 રૂપિયાની બેંક નોટ પ્રચલનમાં છે. 2000 રૂપિયાની નોટના છુટ્ટા મેળવવા એક સમસ્યા છે. સ્થિતિમાં એસબીઆઈ તથા ઈન્ડિયન બેંકે તેના એટીએમમાં ઓછા મૂલ્ય વર્ગની 500 રૂપિયા તથા 200 રૂપિયાની નોટો માટે બદલાવ કરવાનો ફેંસલો લીધો છે. નોટોની છપાઈ સરકાર દ્વારા આરબીઆઈની સલાહ પર કરવામાં આવે છે.
આરબીઆઈના આંકડા પ્રમાણ, માર્ચ 2017ના અંત સુધીમાં 2000 રૂપિયાની 328.50 કરોડ રૂપિયાની નોટ ચલણમાં હતી. એક વર્ષ બાદ 31 માર્ચ, 2018ના રોજ વધીને 336.3 કરોડ રૂપિયા પર પહોંચી હતી. 31 માર્ચ 2018 સુધી ચલણમાં રહેલી કુલ નોટમાંથી 2000ની નોટનો હિસ્સો 37.3 ટકા હતો, જે 31 માર્ચ 2017ના રોજ 50.2 ટકા હતો.
8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરીને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. તેના સ્થાને 500 રૂપિયાની નવી અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. લાંબા સમયથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાંથી નોટ નીકળવામાં પડી રહેલી મુશ્કેલી બાદ સરકારે ફરીથી ઉપરોક્ત મુદ્દે સ્પષ્ટીકરણ કર્યુ છે.
ઈંગ્લેન્ડના ખેલાડીએ પાકિસ્તાનમાં ફેલાવ્યો કોરોના, PAKના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો સનસનીખેજ દાવો
ઈમરાન ખાને વ્યક્ત કરી લાચારી, કહ્યું- પાકિસ્તાન કોરોના વાયરસ રોકવા નથી સક્ષમ, પૂરતા સાધનો પણ નથી
Yes Bank ના શેરમાં લાલચોળ તેજી, ત્રણ દિવસમાં ભાવમાં આવ્યો 100% ઉછાળો
Coronavirus Alert: રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા લેવામાં આવ્યો મોટો નિર્ણય, પ્લેટફોર્મની ટિકિટના દરમાં ઝીંકાયો તોતિંગ વધારો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)