Shyam Metalicsનો ખૂલ્યો IPO, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં ?
કંપની 909 કરોડ રૂપિયા એકત્ર કરવા આઈપીઓ લાવી છે. માર્કેટ એક્સપર્ટને સ્ટોક માર્કેટમાં શાનદાર લિસ્ટિંગની અપેક્ષા છે. તેની સાબિતી ગ્રે માર્કેટમાં શેરની ભારે ડિમાંડ આપી રહ્યું છે.
નવી દિલ્હીઃ મેટલ કંપની શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જીનો આઈપીઓ (Shyam Metalics IPO) આજથી ખૂલ્યો છે અને 16 જૂને બંધ થશે. એનાલિસ્ટ્સ આ શેરમાં રોકાણની સલાહ આપી રહ્યા છે. બજાર નિષ્ણાતોના કહેવા મુજબ કંપનીનું મજબૂત ફાયનાન્સિયલ પરફોર્મન્સ અને બેલેંસ શીટ (Balance Sheet), વિસ્તરણ ક્ષમતા (Expansion Capacity) અને ગ્રોથની સંભાવનાને (Growth Opportunity) જોતાં કંપનીનો ઈશ્યૂ રોકાણ માટે સારો છે.
કેટલા કરોડ એકત્ર કરવાનો કંપનીનો છે પ્લાન
કંપની 909 કરોડ રૂપિયા એકત્ર કરવા આઈપીઓ લાવી છે. માર્કેટ એક્સપર્ટને સ્ટોક માર્કેટમાં શાનદાર લિસ્ટિંગની અપેક્ષા છે. તેની સાબિતી ગ્રે માર્કેટમાં શેરની ભારે ડિમાંડ આપી રહ્યું છે. ઈશ્યૂની પ્રાઇસ બેંડ 303-306 રૂપિયા છે. આઈપીઓ માટે કંપનીએ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, એક્સિસ કેપિટલ, આઈઆઈએફએલ સિક્યુરીટીઝ, જેએમ ફાયનાન્સિયલ, એસબીઆઈ કેપિટલને લીડ મેનેજર બનાવ્યા છે.
કંપની શું કરે છે
કંપની પાસે હાલ 3 સ્ટીલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. જે ઓડિશાના સંભલપુર અને જમુરિયા તથા પશ્ચિમ બંગાળના મંગલપુરમાં છે. કંપની દર વર્ષે 57 લાખ ટનથી વધારે સ્ટીલનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત કંપની પાસે 227 મેગાવોટ ક્ષમતાનો પાવર પ્લાન્ટ પણ છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પકુરિયામાં એલ્યુમિનિયમ ફોયલ રોલિંગ મિલ સ્થાપી રહી છે. જે ચાલુ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની આશા છે.
આ બધા પરિબળો જતાં શેરમાં રોકાણ કરવાની સારી તક હોવાનું નિષ્ણાતોનું માનવું છે. નાણાકીય વર્ષ 2020-21ના ડિસેમ્બર ત્રિમાસિક સુધી કંપનીની કુલ રેવન્યૂ 3933.08 કરોડ હતી.
સેન્સેક્સ હાલ 52500 અને નિફ્ટી 15796 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યા છે. નેશનલ સિક્યિરૂટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ ત્રણ વિદેશી ફંડોન એકાઉન્ટ ફ્રીઝ એટલે કે કામચલાઉ બંધ કરી દીધા છે. આ ફંડોએ અડાણી ગ્રુપની કંપનીઓમાં 43500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેના કારણે અડાણી ગ્રુપની કંપનીઓમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે.NSDLએ Albula ઇનવેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઇનવેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટ ફ્રીજ કર્યા છે. ડિપોઝિટરીની વેબાસઈટ અનુસાર આ એકાઉન્ડને 31 મેના અથવા તેના પહેલા જ ફ્રીઝ કરવામાં આવ્યા છે.