Stock Market Closing: તેજી સાથે શેરબજારે સપ્તાહને આપી વિદાય, સેન્સેક્સ 62 હજારને પાર, અદાણીના શેર ધોવાયા
Closing Bell: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ તેજીમય રહ્યો.
Stock Market Closing, 12th May, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ તેજીમય રહ્યો અને સેન્સેક્સ 62 હજારને પાર બંધ થયો. બેંક નિફ્ટી, ઓટો શેરોમાં તેજી જોવા મળી, જ્યારે મેટલ, ઓઈલ એન્ડ ગેસ ઘટ્યા હતા. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 277.70 લાખ કરોડ થઈ છે, જે ગુરુવારે 278.06 લાખ કરોડ હતી. એટલે કે સેન્સેક્સ વધવા છતાં રોકાણકારોની સંપત્તિ ઘટી છે.
આજે કેવી રહી ચાલ
આજે સેન્સેક્સ 123.38 પોઇન્ટ (0.20 ટકા) વધીને 6202790 પોઇન્ટ પર અને નિફ્ટી 17.8 પોઇન્ટ (0.10 ટકા) વધીને 18314.80 પોઇન્ટ પર બંધ થયા. ગુરુવારે સેન્સેક્સ 35.68 અંકના ઘટાડા સાથે 61904.52 પોઇન્ટ અને નિફ્ટી 18.1 અંકના ઘટાડા સાથે 18297 અંક પર બંધ થયા હતા. બુધવારે સેન્સેક્સ 178.87 પોઇન્ટ વધીને 61940.20 પોઇન્ટ પર અને નિફ્ટી 49.15 પોઇન્ટ વધીને 18315.10 પોઇન્ટ પર બંધ થયા હતા. મંગળવારે 2.92 પોઈન્ટના ઘટાડા સાથે 61761.33 પોઈન્ટ પર અને નિફ્ટી 1.55 પોઇન્ટના વધારા સાથે 18265.95 પોઇન્ટ પર બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સમાં 709.96 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો અને 61,764.25 પોઇન્ટ પર બંધ થયો હતો.
સવારે કેવી થઈ હતી શરૂઆત
સવારે સેન્સેક્સ 132.29 પોઈન્ટ અથવા 0.21% ઘટીને 61,772.23 પર અને નિફ્ટી 34.90 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 18,262.10 પર ખૂલ્યા હતા. BSE સેન્સેક્સમાં સામેલ 30 શેરોમાંથી 20 શેરો વધ્યા અને 10 શેરો ઘટ્યા હતા.
અદાણીના શેરમાં ધોવાણ
સપ્તાહના અંતિમ દિવસે ટ્રેડિંગ સમાપ્ત થયા બાદ અદાણી ગ્રુપના 10માંથી માત્ર 1 શેરમાં જ તેજી જોવા મળી હતી.આજે ગ્રૂપના 9 શેરને નુકસાન થયું હતું જ્યારે ગઈકાલે તમામ 10 શેર નફામાં હતા. આજના ટ્રેડિંગ દરમિયાન ગ્રૂપના 2 શેર અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસમાં નીચલી સર્કિટ લાગી હતી. જોકે બંધ પહેલા બંનેમાં થોડો સુધારો હતો.
આ કારણોસર ઘટાડો
આ સપ્તાહ દરમિયાન અદાણીના શેરને ગુરુવાર સિવાય દરરોજ નુકસાન થયું હતું. ગુરુવારે ફંડ એકત્ર કરવાના સમાચારથી અદાણીના શેરને મદદ મળી હતી. તે જ સમયે, કેટલાક પરિબળો સપ્તાહના છેલ્લા દિવસના કારોબારમાં ફરીથી દબાણ લાવે છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી અને 2 શેરો પર MSCIની કાર્યવાહીના સમાચારે વાતાવરણ બગાડ્યું. કંપનીઓમાં હિસ્સો વેચવાના સમાચારે પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી હતી.
આ પણ વાંચોઃ
શું ડી-ડોલરાઇઝેશન તરફ વધી રહી છે દુનિયા, શું રૂપિયો બનશે રિઝર્વ કરન્સી ?