Stock Market Closing: સેન્સેક્સ 65 હજાર નજીક, લીલા નિશાન સાથે બંધ થયું બજાર
Stock Market Closing On 08 november 2023: નિફ્ટી બેન્ક એક્સપાયરી પર માર્કેટમાં કન્સોલિડેશન જોવા મળ્યું હતું અને સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી જોવા મળી હતી.
Stock Market Closing On 08 november 2023: નિફ્ટી બેન્ક એક્સપાયરી પર માર્કેટમાં કન્સોલિડેશન જોવા મળ્યું હતું અને સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી જોવા મળી હતી. રિયલ્ટી, ફાર્મા, મેટલ શેરો વધ્યા. ઓટો, એફએમસીજી સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે. આઈટી અને બેન્કિંગ શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 33.21 પોઈન્ટ અથવા 0.05 ટકાના વધારા સાથે 64,975.61 પર બંધ થયો હતો. નિફ્ટી 36.80 પોઈન્ટ અથવા 0.19 ટકાના વધારા સાથે 19443.50 પર બંધ થયો.
Sensex climbs 33.21 points to settle at 64,975.61; Nifty up 36.80 points to 19,443.50
— Press Trust of India (@PTI_News) November 8, 2023
BPCL, અદાણી પોર્ટ્સ, સિપ્લા, એશિયન પેઇન્ટ્સ અને ટાઇટન કંપની નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે ICICI બેન્ક, NTPC, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને HDFC લાઈફ નિફ્ટીના ટોપ લૂઝર હતા. શેરબજારમાં તહેવારોની સિઝનના રંગો ચડવા લાગ્યા છે. આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી અને હેલ્થકેર સેક્ટરના શેરોમાં રોકાણકારો દ્વારા જોરદાર ખરીદારી થઈ છે, જેના કારણે બજાર લીલા નિશાનમાં બંધ થયું છે. બજારના બંને મુખ્ય એક્સચેન્જોમાં થોડો વધારો જોવા મળ્યો છે પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 33 પોઈન્ટના ઉછાળા સાથે 64,976 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 37 પોઈન્ટના ઉછાળા સાથે 19,443 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ 397 પોઈન્ટ અથવા 0.99 ટકાના ઉછાળા સાથે 40,447 પોઈન્ટ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીનો સ્મોલ કેપ ઈન્ડેક્સ 92 પોઈન્ટના ઉછાળા સાથે 13,335 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કોમોડિટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ અને ઓટો સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી અને મીડિયા શેરોમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેર ઉછાળા સાથે અને 14 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 33 શૅર તેજી સાથે અને 17 શૅર ઘટાડા સાથે બંધ થયા હતા.
આઈટી અને બેંક સેક્ટર સિવાય તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ઓટો, એફએમસીજી અને મેટલ ઈન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.
સેક્ટરની સ્થિતિ | બંધ સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ફેરફાર ટકાવારીમાં |
BSE Sensex | 64,965.29 | 65,124.00 | 64,851.06 | 0.04% |
BSE SmallCap | 38,347.78 | 38,442.27 | 38,259.35 | 0.63% |
India VIX | 11.04 | 11.33 | 10.63 | -1.38% |
NIFTY Midcap 100 | 40,446.85 | 40,482.30 | 40,250.75 | 0.99% |
NIFTY Smallcap 100 | 13,335.15 | 13,401.95 | 13,307.45 | 0.70% |
NIfty smallcap 50 | 6,186.70 | 6,224.00 | 6,164.55 | 0.90% |
Nifty 100 | 19,470.10 | 19,485.25 | 19,426.45 | 0.27% |
Nifty 200 | 10,457.95 | 10,463.70 | 10,430.75 | 0.38% |
Nifty 50 | 19,443.50 | 19,464.40 | 19,401.50 | 0.19% |
રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે બુધવારના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 320.45 લાખ કરોડ હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 319.07 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.38 કરોડનો વધારો થયો છે.
સેન્સેક્સ વ્યૂ
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ