Stock Market Today: શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ 54550ની ઉપર ખૂલ્યો, નિફ્ટી 16200ને પાર
સેન્સેક્સ 30ના 21 શેરો લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે......
Stock Market Today: શેરબજાર માટે આજે તેજીનો દિવસ છે અને સ્થાનિક બજારો આજે ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. ગઈ કાલે શેરબજારમાં ઉછાળા સાથે ટ્રેડિંગ બંધ થયું હતું અને આજે પણ તેજી ચાલુ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.
આજે બજાર કેવું ખુલ્યું
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆતમાં BSE સેન્સેક્સ 54,574.43 પર ખુલ્યો અને NSE નિફ્ટી 16,273.65 ના સ્તર પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં જ નિફ્ટીએ 16200 ના સ્તરને પાર કરી લીધું છે અને સેન્સેક્સ 54550 ના ઉપલા સ્તર પર હતો.
નિફ્ટીની સ્થિતિ
આજના ટ્રેડિંગમાં, NSE નો નિફ્ટી તેના 50માંથી 40 શેરોમાં વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે અને 10 શેરો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 289 પોઈન્ટ અથવા 0.83 ટકાના વધારા સાથે 35,209 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
આજે બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પર એટીએસ ઈન્ડેક્સમાં 1 ટકાથી વધુ મજબૂતાઈ જોવા મળી રહી છે. બેંક અને નાણાકીય સૂચકાંકો અડધા ટકાથી વધુ વધ્યા છે. જોકે મેટલ શેરો દબાણ હેઠળ છે. આઈટી, ફાર્મા, એફએમસીજી અને રિયલ્ટી ઈન્ડેક્સ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે.
હેવીવેઇટ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 21 શેરો લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. આજના ટોપ ગેનર્સમાં LT, M&M, NTPC, AXISBANK, ICICIBANK અને INFYનો સમાવેશ થાય છે.
આજના વધનારા સ્ટોક
એલ એન્ડ ટી, કોલ ઈન્ડિયા, એક્સિસ બેંક, ગ્રાસિમ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરના નામ આજના વધારના સ્ટોકમાં સામેલ છે.
આજે ઘટનારા સ્ટોક્સ
આજના ઘટનારા સ્ટોકમાં ટાટા સ્ટીલ, મારુતિ, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ અને આઈશર મોટર્સના નામ સામેલ છે.