(Source: ECI/ABP News/ABP Majha)
શેરબજારમાં જોરદાર કડાકો, સેન્સેક્સ 500 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 17770 નીચે, Infosys 10% ઘટ્યો
યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી પણ સપાટ ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
Stock Market Today: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસની નબળા પરિણાને કારણે તમામ આઈટી સ્ટોકમાં મોટો ધબડકો જોવા મળ્યો છે.
સેન્સેક્સ 541.23 પોઈન્ટ અથવા 0.90% ઘટીને 59,889.77 પર અને નિફ્ટી 135.70 પોઈન્ટ અથવા 0.76% ઘટીને 17,692.30 પર હતો. લગભગ 1059 શેર વધ્યા, 1143 શેર ઘટ્યા અને 168 શેર યથાવત.
નિફ્ટીમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક અને ટીસીએસ મુખ્ય ઘટનારા સ્ટોક હતા. જ્યારે પાવર ગ્રીડ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, કોટક મહિન્દ્રા બેંક, આઈશર મોટર્સ અને નેસ્લે ઈન્ડિયા સૌથી વધુ વધનારા સ્ટોક હતા.
આઇટી શેરોમાં જોરદાર ઘટાડો
આજે આઈટી ઈન્ડેક્સમાં 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઈન્ફોસિસના શેરમાં 10 ટકાથી વધુનો ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રાનો શેર 7 ટકાથી વધુ ઘટ્યો હતો. વિપ્રો, HCL ટેકમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માઇન્ડટ્રી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ જેવા શેર પણ લપસી ગયા છે. TCSના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીની શરૂઆત નબળાઈ સાથે થઈ છે. ઈન્ડેક્સ લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે 17800ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, એશિયન બજારોમાં નિક્કી અને કોસ્પી પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.
યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી પણ સપાટ ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
રિટેલ ફુગાવો હળવો થવા વચ્ચે બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને રિયલ્ટી શેરોમાં સતત 9મા દિવસે વધારો થતાં બજારો ગુરુવારે ઊંચા ખુલ્યા હતા. છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવારે સ્થાનિક શેરબજારો મામૂલી વધારા સાથે બંધ થયા હતા. સેન્સેક્સમાં 38 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી 16 પોઈન્ટના વધારા સાથે 17,800ની ઉપર રહ્યો હતો. આઇટી શેરોમાં નબળા વલણ અને તાજી મંદીની ચિંતાને કારણે યુએસ શેરબજારોમાં ઘટાડો થતાં સ્થાનિક બજારોએ બુધવારે લાભને મર્યાદિત કર્યો હતો.
બીએસઈનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 38.23 પોઈન્ટ અથવા 0.06 ટકા વધીને 60,431.00 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ ઉચ્ચ સ્તરે 60,486.91 સુધી ગયો અને તળિયે 60,081.43 પર આવ્યો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 15.60 પોઈન્ટ એટલે કે 0.09 ટકા વધ્યો હતો. નિફ્ટી ટ્રેડિંગના અંતે 17,828.00 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન નિફ્ટી 17,842.15ની ઊંચી સપાટી અને 17,729.65ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
કુલ નવ ટ્રેડિંગ સેશનમાં BSE સેન્સેક્સ 2,817.28 પોઈન્ટ અથવા 4.88 ટકા ઉછળ્યો હતો. સસ્તી ખાદ્ય ચીજવસ્તુઓના કારણે દેશમાં છૂટક ફુગાવો માર્ચમાં 5.66 ટકાના 15 મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.6 ટકાનો વધારો થયો છે.