શોધખોળ કરો

Swiggy IPO: આજે ખુલ્લી રહ્યો છે સ્વિગીનો આઇપીઓ, રોકાણ કરવું કે નહિ, જાણો એક્સ્પર્ટનો મત

Swiggy IPO: ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સ્વિગીનો IPO આજે એટલે કે 6 નવેમ્બર 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. કંપની 11.3 બિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 95,000 કરોડના વેલ્યુએશન પર નાણાં એકત્ર કરવા જઈ રહી છે. સ્વિગી IPO દ્વારા રૂ. 11,327 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

Swiggy IPO:સ્વિગી, જે ઓનલાઈન ફૂડ ડિલિવર કરે છે, તે આજથી એટલે કે 6 નવેમ્બર 2024થી સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. તે 8 નવેમ્બર 2024 સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 371 થી રૂ. 390 પ્રતિ શેર છે. તેનું લિસ્ટિંગ 13 નવેમ્બરે થશે. ચાલો જાણીએ કે તેનો IPO કેટલો મોટો છે અને તેને ગ્રે માર્કેટમાં કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે.

ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સ્વિગીનો IPO આજે એટલે કે 6 નવેમ્બર 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. કંપની 11.3 બિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 95,000 કરોડના વેલ્યુએશન પર નાણાં એકત્ર કરવા જઈ રહી છે. સ્વિગી IPO દ્વારા રૂ. 11,327 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેમાં રૂ. 4,499 કરોડની નવી ઇક્વિટી અને રૂ. 6,828 કરોડની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થશે.

IPO ની પ્રાઇસ બેન્ડ શું હશે?

સ્વિગીએ IPO માટે શેર દીઠ રૂ. 371 થી રૂ. 390ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. એક લોટમાં 38 શેર હશે. મતલબ કે અપર પ્રાઇસ બેન્ડ મુજબ રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,820 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રોકાણકારો 6 નવેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન આ IPOમાં નાણાંનું રોકાણ કરી શકશે. શેરની ફાળવણી 11 નવેમ્બરે થશે. NSE અને BSE પર તેનું લિસ્ટિંગ 13મી નવેમ્બરે થઈ શકે છે.

સ્વિગી IPO ના GMP

સ્વિગીના IPOને ગ્રે માર્કેટમાં ખૂબ જ હળવો પ્રતિસાદ મળી રહ્યો છે. તેનો GMP હાલમાં ઘટીને રૂ. 12 થયો છે, જે 3 ટકાનો સાધારણ લિસ્ટિંગ લાભ સૂચવે છે. ગ્રે માર્કેટ એ અનલિસ્ટેડ માર્કેટ છે. અહીં, IPO ના લિસ્ટિંગ પહેલા શેરની ખરીદી અને વેચાણ થાય છે. જો કે, અહીં ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે.

IPO પર બ્રોકરેજ અભિપ્રાય

બ્રોકરેજ હાઉસ એસબીઆઈ સિક્યોરિટીઝે લાંબા ગાળા માટે સ્વિગીના આઈપીઓમાં સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. તેણે સ્વિગીના કેટલાક સકારાત્મક પરિબળોનો ઉલ્લેખ કર્યો છે. ઉદાહરણ તરીકે, કંપની હાઇફ્રિક્વેન્સી હાઇપરલોકરલ કોર્મસ સેગમેન્ટમાં કંપની લીડર્સમાં સામેલ        છે. જોકે, આદિત્ય બિરલા કેપિટલે સ્વિગીના આઈપીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે સખત સ્પર્ધા અને મૂલ્યાંકનમાં ઘટાડા જેવા નકારાત્મક પરિબળોને ટાંક્યા છે.

સ્વિગીનું મૂલ્યાંકન કેટલું વાજબી છે?

વેલ્યુએશન વિશે વાત કરતા, સ્વિગી ફૂડ માર્કેટપ્લેસના સીઈઓ રોહિત કપૂરે કહ્યું, "અમને લાગે છે કે અમે તેની કિંમત યોગ્ય રાખી છે અને અમે આગામી થોડા દિવસોની રાહ જોઈ રહ્યા છીએ." અપર પ્રાઇસ બેન્ડ પર સ્વિગીની કિંમત આશરે $11.3 બિલિયન (આશરે રૂ. 95,000 કરોડ) છે. હરીફ ઝોમેટો, જે જુલાઈ 2021માં લિસ્ટ થયો હતો, તેનું માર્કેટ વેલ્યુએશન 2.13 લાખ કરોડ રૂપિયા છે.

સ્વિગીનું વેલ્યુએશન ઘટ્યું છે?

જ્યારે સ્વિગીના વેલ્યુએશનમાં ઘટાડા અંગેના મીડિયા રિપોર્ટ્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કપૂરે સ્પષ્ટતા કરી કે, વેલ્યુએશનમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. તેમણે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કંપનીનું વાસ્તવિક મૂલ્ય નક્કી થાય છે કે જ્યારે વાસ્તવમાં લેણદેણ થાય છે. "મીડિયામાં મૂલ્ય વિશે આ બધી અટકળો છે. તેથી આ બાબતની હકીકત એ છે કે મૂલ્યમાં ન તો વધારો થયો છે કે ન તો ઘટાડો થયો છે. મૂલ્ય જ્યાં હોવું જોઈએ તે બરાબર છે,"

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: પિંક બોલ સામે ઘૂંટણીયે બેટ્સમેનો,ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ; ઓસ્ટ્રેલિયાને 19 રનનો ટાર્ગેટ
IND vs AUS: પિંક બોલ સામે ઘૂંટણીયે બેટ્સમેનો,ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ; ઓસ્ટ્રેલિયાને 19 રનનો ટાર્ગેટ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી,  મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Politics : 'BJP એટલે બ્રાહ્મણ, જૈન, પટેલ',  Lalji Desai ના નિવેદનથી છેડાયો વિવાદAhmedabad Robbery : અમદાવાદમાં કાર ચાલક સાથે માથાકૂટ કરી ચલાવી 40 લાખની લૂંટ, તપાસનો ધમધમાટHun To Bolish : હું તો બોલીશ : દાદાનો ડંડો કોના માટે?Hun To Bolish : હું તો બોલીશ : સમાજના બહાને સંગ્રામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: પિંક બોલ સામે ઘૂંટણીયે બેટ્સમેનો,ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ; ઓસ્ટ્રેલિયાને 19 રનનો ટાર્ગેટ
IND vs AUS: પિંક બોલ સામે ઘૂંટણીયે બેટ્સમેનો,ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ; ઓસ્ટ્રેલિયાને 19 રનનો ટાર્ગેટ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી,  મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
Mobile: આ પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણીલો ઓફરની વિગતો
Mobile: આ પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણીલો ઓફરની વિગતો
Bajaj Chetak હવે ઈલેક્ટ્રિક અવતારમાં, જાણો ક્યારે થશે લોન્ચ અને કેવા હશે ફિચર્સ
Bajaj Chetak હવે ઈલેક્ટ્રિક અવતારમાં, જાણો ક્યારે થશે લોન્ચ અને કેવા હશે ફિચર્સ
Trending Video: 8 મહિનાના બાળકે કર્યો ચમત્કાર? સાંભળ્યો દામોદર અષ્ટકનો પાઠ! વીડિયો જોઈ તમારુ દિલ ખુશ થઈ જશે
Trending Video: 8 મહિનાના બાળકે કર્યો ચમત્કાર? સાંભળ્યો દામોદર અષ્ટકનો પાઠ! વીડિયો જોઈ તમારુ દિલ ખુશ થઈ જશે
Cheapest Bikes: આ છે ભારતમાં મળતી સૌથી સસ્તી બાઇક,ઓછી કિંમતમાં પણ આપે છે હાઈ માઇલેજ
Cheapest Bikes: આ છે ભારતમાં મળતી સૌથી સસ્તી બાઇક,ઓછી કિંમતમાં પણ આપે છે હાઈ માઇલેજ
Embed widget