શોધખોળ કરો
Advertisement
ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક કાર Tata Nexon EVને ભારતમાં લોન્ચ કરી, જાણો કિંમત
ટાટા મોટર્સે પોતાની ઈલેક્ટ્રિક કાર Tata Nexon EVને આજે ભારતમાં લોન્ચ કરી છે.Tata Nexon EV ત્રણ વેરિયન્ટમાં માં ઉપલબ્ધ હશે.
નવી દિલ્હી: ટાટા મોટર્સે પોતાની ઈલેક્ટ્રિક કાર Tata Nexon EVને આજે ભારતમાં લોન્ચ કરી છે. આ કારની શરૂઆતની કિંમત 13.99 લાખ રૂપીયા છે, જ્યારે ટોપ વેરિન્ટમાં કારની કિંમત 15.99 લાખ રૂપીયા છે. ઉલ્લેખનીય છે કે, Tata Nexon EV ત્રણ વેરિયન્ટમાં માં ઉપલબ્ધ હશે.
Tata Nexon EV કારનું બુકિંગ કિંમત 21 હજાર રૂપીયા રાખવામાં આવી છે. જો તમે આ કારને ખરીદવામાં માંગતા હોય તો કંપનીની વેબસાઈટ પર જઈને માત્ર 21 હજાર રૂપીયામાં બુક કરી શકો છો.
Tata Nexon EVના ફીચર્સની વાત કરવામાં આવે તો 2 મોડ ડ્રાઈવ અને સ્પોર્ટ્સ મળશે, સાથે જ Tata Nexon EVમાં 30.2 kwh ની લીથિયમ બેટરી પણ મળશે. આ કારની ઈલેક્ટ્રિક મોટર 95kw એટલે કે, 129hpનો પાવર અને 245nmનો ર્ટાર્ક આપશે. આ કાર 9.9 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તાર પકડી શકે છે. સાથે જ આ કારને 10 લાખ km સુધી ટેસ્ટ પણ કરવામાં આવી છે. ટાટા મોટર્સે દાવો કર્યો છે કે, નેક્સોન ઈલેક્ટ્રિક એક વખત ફુલ ચાર્જ થયા બાદ 312 કિલોમીટર સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયામાં જ ટાટા મોટર્સની પ્રીમિયમ હેચબેક Tata Altrozની લોન્ચિંગ કરવામાં આવી હતી. દિલ્હીમાં આ કારની શરૂઆતી કિંમત 5.29 લાખ રૂપીયા છે, સાથે જ ટોપ વેરિયન્ટની કિંમત 9.39 લાખ રૂપીયા છે. આ કારની સ્પર્ધા મારૂતિ સુજુરીની બલેનો અને હુંડઈ એલીય i20 સાથે થશે.#NexonEV Launched at an Introductory Price of Rs. 13.99 Lakh. It's time to #DriveTheLightning: https://t.co/rCf1PmabY2 pic.twitter.com/pqYoysPnHx
— Tata Motors Electric Mobility (@TatamotorsEV) January 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement