શોધખોળ કરો

Tata Tech IPO: 20 વર્ષ પછી આજે ઓપન થયો ટાટાની કંપનીનો IPO, જાણો તેની તમામ ડિટેઇલ્સ

Tata Technologies IPO: કંપની IPO મારફતે બજારમાંથી 3,042.51 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.

Tata Technologies IPO: લગભગ 20 વર્ષ પછી ટાટા ગ્રુપની કંપનીનો IPO ઓપન થવાનો છે.  આ અંગે માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમે આ આઇપીઓમાં નવેમ્બર 22, 2023 થી 24 નવેમ્બર, 2023 સુધી બિડ કરી શકશો. કંપની IPO મારફતે બજારમાંથી 3,042.51 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ, કંપનીનો IPO મંગળવારે એન્કર રોકાણકારો માટે ખુલ્યો હતો. જો તમે પણ આ આઇપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને તેના પ્રાઇસ બેન્ડથી લઈને GMP સુધીની તમામ વિગતો વિશે માહિતી આપી રહ્યા છીએ.

Tata Techનો IPO 21 નવેમ્બર, 2023 ના રોજ એન્કર રોકાણકારો માટે ઓપન કરાયો હતો. કંપનીએ 67 એન્કર રોકાણકારો દ્વારા કુલ 791 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. કંપનીએ એન્કર રોકાણકારોને શેર દીઠ રૂ. 500ના ભાવે શેર વેચ્યા છે. આ 67 એન્કર રોકાણકારોને કુલ 1,58,21,071 ઇક્વિટી શેર વેચવામાં આવ્યા છે.

Tata Tech IPO ની વિગતો જાણો

Tata Techનો IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ દ્વારા લોન્ચ કરવામાં આવી રહ્યો છે. ટાટા મોટર્સ, ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-1 અને આલ્ફા ટીસી હોલ્ડિંગ આ IPOમાં તેમનો હિસ્સો વેચી રહ્યાં છે. કંપનીએ લાયક સંસ્થાકીય ખરીદદારો માટે 50 ટકા, બિન-સંસ્થાકીય ખરીદદારો માટે 15 ટકા અને છૂટક રોકાણકારો માટે 35 ટકા અનામત રાખ્યા છે. કંપનીએ તેના શેરધારકો માટે 6,085,027 ઇક્વિટી શેર અને તેના કર્મચારીઓ માટે 2,028,342 ઇક્વિટી શેર અનામત રાખ્યા છે.

પ્રાઇસ બેન્ડ શું છે - લિસ્ટિંગ ક્યારે થશે?

નોંધનીય છે કે ટાટા ટેકના IPOમાં શેરની પ્રાઇસ બેન્ડ 475 થી 500 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ સાથે રિટેલ રોકાણકારો એક સમયે ઓછામાં ઓછા 30 શેર ખરીદી શકે છે. આ કિસ્સામાં તમારે ઓછામાં ઓછા 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીના શેરની ફાળવણીની તારીખ વિશે વાત કરીએ તો, તે 27 નવેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે. શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર 29 નવેમ્બર, 2023ના રોજ થશે.

જીએમપી કેટલું છે?

ટાટા ગ્રુપના આ IPOને લઈને ગજબનો માહોલ છે. આ IPOને ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઈસ્યુનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અથવા GMP લગભગ રૂ. 350 પ્રતિ શેર છે. આવી સ્થિતિમાં જો આ GMP મુજબ શેરનું લિસ્ટિંગ કરવામાં આવશે તો રોકાણકારોને વળતર મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget