શોધખોળ કરો

ટામેટાના ભાવ સાંભળીને ગૃહિણીઓ લાલઘૂમ, એક જ દિવસમાં કિલોએ 40 રૂપિયા વધી ગયા

રાજધાની દિલ્હીમાં ટામેટાંની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી નથી અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ટામેટાંની કિંમત 150 રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

Tomato Price Hike: વરસાદને પગલે હાલમાં સમગ્ર દેશમાં શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટામેટા ભાવમાં મોટો ઉછાળો આવતા ગૃહિણીઓનું બજેટ બગડી ગયું છે. ગુજરાતમાં પણ સ્થિતિ વધારે ખરાબ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. ટામેટાના ભાવ એક જ દિવસમાં કિલોએ 40 રૂપિયા વધી ગયા છે. ગઈકાલે ટામેટાના ભાવ પ્રતિ કિલો 120 રૂપિયા હતા જે આજે વધીને 160 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. આમ એક જ દિવસમાં 40 રૂપિયાનો ધરખમ વધારો થયો છે. એક અઠવાડિયા પહેલા 80 રૂપિયે કિલો વેચાતા ટામેટા આજે 160 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. આમ સપ્તાહમાં ભાવ ડલ થઈ ગયો છે.

દેશમાં ટામેટા એટલો 'લાલ' થઈ ગયો છે કે લોકો મોંઘવારીના આંસુ રડી રહ્યા છે અને તેના વધતા ભાવને કારણે લોકોનો રસોડામાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રીઓ આને મોટી સમસ્યા નથી માનતા અને કહી રહ્યા છે કે વરસાદના કારણે ભાવ સતત વધી રહ્યા છે. ટામેટાના ભાવ ટૂંક સમયમાં નીચે આવવાના છે અને થોડી રાહ જોવી પડશે.

દેશના આ રાજ્યોમાં કિંમત 100-160 રૂપિયા છે

આજે ટમેટાના ભાવ

દિલ્હી - 100 રૂપિયા પ્રતિ કિલો

પટના - રૂ 120 પ્રતિ કિલો

નોઈડા - 100 રૂપિયા પ્રતિ કિલો

લખનૌ - રૂ. 160 પ્રતિ કિલો

જયપુર - રૂ 120 પ્રતિ કિલો

ટામેટાના ભાવ રૂ.160 સુધી પહોંચી ગયા છે

રાજધાની દિલ્હીમાં ટામેટાંની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી નથી અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ટામેટાંની કિંમત 150 રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને સાંભળો

ANI સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ટામેટા એકમાત્ર એવી વસ્તુ છે જેની કિંમત આ સપ્તાહે વધી છે. આપણે સૌ જાણીએ છીએ કે કમોસમી વરસાદને કારણે ટામેટાંના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોમાંથી ટામેટાંનું આગમન શરૂ થતાં જ ટામેટાંના ભાવ નીચે આવવા લાગશે.

જો કે, પિયુષ ગોયલે પણ એવી વાત કહી જે હંમેશાની જેમ સરકારનું વલણ દર્શાવે છે કે પરિસ્થિતિ તેમના નિયંત્રણમાં છે. પીયૂષ ગોયલે કહ્યું કે જો આપણે ગયા વર્ષના ભાવ સાથે સરખામણી કરીએ તો તેમાં બહુ ફરક નથી. બીજી તરફ બટાટા અને ડુંગળીના ભાવ આસમાને છે.

જો કે, જનતાનું માનવું છે કે સરકારે આ અંગે જલ્દીથી પગલાં ભરવા જોઈએ અને ટામેટાંનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ.

કેન્દ્રની મોદી સરકારે ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ટામેટાંની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ખેડૂતોને તેમના ઉત્પાદનના વળતરયુક્ત ભાવ મેળવવામાં મદદ કરવા માટે અભિપ્રાય માંગ્યો છે. ટામેટા ઉત્પાદકોનું કહેવું છે કે, વેપારીઓ ટામેટા ખરીદવામાં રસ ન દાખવતા હોવાને કારણે તેઓ તેમની ઉપજ દિલ્હી, દેહરાદૂન, સહારનપુર, ચંદીગઢ, હરિદ્વાર અને પડોશી રાજ્યોના અન્ય શહેરોમાં પોતપોતાના ભાવે વેચવા મજબૂર છે. જેથી ટામેટાનો સંગ્રહ થાય છે અને ભાવ અચાનક જ આસમાને પહોંચી જાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget