(Source: ECI/ABP News/ABP Majha)
2000 Rupee Currency Note Closure: 2000ની નોટ બંધ થતાં અર્થવ્યવસ્થા પર શું થશે અસર
Indian Economy: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયની અર્થવ્યવસ્થા પર શું અસર થશે, જાણીએ.
Indian Economy: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયની અર્થવ્યવસ્થા પર શું અસર થશે, જાણીએ.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, 2000 રૂપિયાની નોટ ચલણમાં પરત ખેંચી લેવામાં આવશે. તેને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકોમાં જમા કરાવવાની રહેશે. આ નોટ 2016માં નોટબંધી બાદ રજૂ કરવામાં આવી હતી. તેને ચલણમાંથી દૂર કરવા પાછળના એક નહી અનેક કારણો છે. જેમકે ક્ષતિગ્રસ્ત નોટો, નકલી કરન્સી અને તેનો ઓછો થતો ઉપયોગ.
નાણા સચિવ ટીવી સોમનાથને જણાવ્યું છે કે, તેને સર્ક્યુલેશનમાંથી બહાર કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે અને તેની દેશની અર્થવ્યવસ્થા પર કોઈ અસર પડશે કે નહીં.
કેમ ચલણથી દૂર કરાઇ રહી છે 2000ની નોટ
નાણા સચિવ ટીવી સોમનાથને કહ્યું કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાને કારણે 2000 રૂપિયાની નોટનો ઉપયોગ ઓછો થયો છે. તેને 2016 દરમિયાન રજૂ કરવામાં આવી હતી તે સમયે તેનો ઉપયોગ વધુ હતો. પરંતુ હવે બજારમાં તેનો ટ્રેન્ડ ઓછો થયો છે. ઓનલાઇન પેમેન્ટનું ચલણ વધતાં પણ તેનો ઉપયોગ ઘણો ઓછો થયો છે.
અર્થતંત્ર પર શું અસર પડશે?
2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થવાને લઈને પણ એક સવાલ ઊભો થયો છે કે શું તેની અર્થવ્યવસ્થા પર કોઈ અસર થશે. જેના જવાબમાં નાણા સચિવે કહ્યું કે તેની અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં થાય. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ રીતે આ નોટોનો ઉપયોગ મોટા પાયે ટ્રાન્ઝેક્શન હેતુઓ માટે કરવામાં આવી રહ્યો નથી.
જો કોઈ વ્યક્તિ નોટ બદલવાની ના પાડે તો શું કરવું?
જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે અને તમે તેને એક્સચેન્જ કરવા માંગો છો તો તમે બેંકમાં જઈને જમા કરાવી શકો છો. 30 સપ્ટેમ્બર 2023 પહેલા, જો કોઈ દુકાનદાર, બેંક શાખા અથવા અન્ય કોઈ બેંક નોટ 2000 રૂપિયા લેવાનો ઇનકાર કરે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
બેંકમાં એક જ વારમાં કેટલી રકમ જમા કરાવી શકાય?
તમે બેંકમાં એક સમયે 2000 રૂપિયાથી લઈને 20 હજાર રૂપિયાની મર્યાદા જેટલી રોકડ જમા કરાવી શકો છો. બેંકમાં આ નોટને બદલે તમને અન્ય ચલણની બેંક નોટો મળશે. 23 મે, 2023થી બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે.
વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ માટે વ્યવસ્થા
આરબીઆઈએ તેના પરિપત્રમાં કહ્યું છે કે, બેંકોએ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ માટે 2000 રૂપિયાની નોટો બદલવાની વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ. જેથી કરીને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય અને અસુવિધાની સ્થિતિ ન સર્જાઇ.