(Source: ECI/ABP News/ABP Majha)
WPI Inflation: મોંઘવારીના મોરચે રાહત, ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 12.41 ટકા થયો
ખાદ્ય ફુગાવાના આંકડાની વાત કરીએ તો ઓગસ્ટમાં તે વધીને 9.93 ટકા પર આવી ગયો છે અને જુલાઈ 2022માં આ ખાદ્ય મોંઘવારી દર 9.41 ટકા હતો.
WPI Inflation: મોંઘવારીથી પરેશાન લોકો માટે જથ્થાબંધ મોંઘવારીના મોરચે સારા સમાચાર આવ્યા છે. ઓગસ્ટમાં ડબલ્યુપીઆઈ પર આધારિત જથ્થાબંધ ફુગાવો એટલે કે જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 12.41 ટકા પર આવી ગયો છે. અગાઉના મહિનામાં એટલે કે જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર 13.93 ટકા હતો. જો કે ખાદ્ય પદાર્થોમાં કોઈ ઘટાડો થયો નથી ખાદ્ય પદાર્થોના ફુગાવામાં વધારો જ નોંધાયો છે.
ખાદ્યપદાર્થોનો ફુગાવો વધ્યો છે
ખાદ્ય ફુગાવાના આંકડાની વાત કરીએ તો ઓગસ્ટમાં તે વધીને 9.93 ટકા પર આવી ગયો છે અને જુલાઈ 2022માં આ ખાદ્ય મોંઘવારી દર 9.41 ટકા હતો. આ સિવાય ઉત્પાદિત વસ્તુઓના જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો થયો છે. ઉત્પાદિત વસ્તુઓનો જથ્થાબંધ ફુગાવો જુલાઈ મહિનામાં 8.16 ટકાની સરખામણીએ ઘટીને 7.51 ટકા થયો છે. ઈંધણ અને વીજળીના જથ્થાબંધ ફુગાવાના દરમાં સારો ઘટાડો થયો છે અને તે જુલાઈ 2022માં 43.75 ટકાથી ઘટીને ઓગસ્ટમાં 33.75 ટકા થઈ ગયો છે.
સતત 17 મહિના સુધી જથ્થાબંધ ફુગાવો બે આંકડામાં
જો કે ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થયો છે, પરંતુ એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે દેશમાં જથ્થાબંધ મોંઘવારી દર સતત 17 મહિનાથી 10 ટકાથી વધુ માટે ડબલ ડિજિટમાં રહ્યો છે.
WPI (Wholesale Price Index) based inflation eases to 12.41% for August 2022, as against 13.93% in July 2022: GoI pic.twitter.com/Dt2l1shptT
— ANI (@ANI) September 14, 2022
પ્રાથમિક વસ્તુઓનો ફુગાવાનો દર
જો પ્રાથમિક વસ્તુઓના ફુગાવાના દર પર નજર કરીએ તો ઓગસ્ટમાં તેમાં ભારે વધારો જોવા મળ્યો છે. પ્રાથમિક વસ્તુઓનો ફુગાવાનો દર જુલાઈમાં 2.69 ટકાની સરખામણીએ 14.93 ટકાના દરે વધ્યો છે.
મોંઘવારી વધવાને કારણે આરબીઆઈ વ્યાજદરમાં પણ વધારો કરે તેવી ધારણા છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે મોંઘવારી દરને નિયંત્રણમાં રાખવા માટે તે સતત વધતા દરનું વલણ જાળવી શકે છે. આ સંદર્ભમાં જથ્થાબંધ ફુગાવાના આંકડા પણ સંકેત આપી રહ્યા છે કે આ વખતે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં કેન્દ્રીય બેંક ફરીથી વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કરી શકે છે.