શોધખોળ કરો

Year Ender 2023: બેંક ટ્રાન્ઝેક્શનમાં RBIએ કર્યા આ મોટા બદલાવ, જાણો શું ફેરફાર થયા 

વર્ષ 2023 હવે સમાપ્ત થવા પર છે. રોકાણકારો માટે આ વર્ષ ઘણું સારું રહ્યું. ઘણા નફાકારક IPO આવ્યા. મોંઘવારી મુદ્દે શાંતિ હતી અને જીડીપીના આંકડા પણ ઘણા સારા હતા.

Flashback 2023: વર્ષ 2023 હવે સમાપ્ત થવા પર છે. રોકાણકારો માટે આ વર્ષ ઘણું સારું રહ્યું. ઘણા નફાકારક IPO આવ્યા. મોંઘવારી મુદ્દે શાંતિ હતી અને જીડીપીના આંકડા પણ ઘણા સારા હતા. આ પસાર થતું વર્ષ આગામી વર્ષ 2024 માટે ખૂબ જ સારા સંકેતો આપી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ બેંકિંગ ક્ષેત્રમાં ઘણા નિર્ણયો લીધા. તેમાંથી 4 સૌથી વધુ ચર્ચામાં આવ્યા, જેણે બેન્કિંગ સેક્ટરની દિશા બદલી નાખી. ચાલો આ મોટા નિર્ણયો પર એક નજર કરીએ.

2000 રૂપિયાની નોટનો અંત

આરબીઆઈએ આ વર્ષે નોટબંધી દરમિયાન લાવવામાં આવેલી રૂ. 2000ની નોટ સિસ્ટમમાંથી બહાર કરી નાખી હતી. સેન્ટ્રલ બેંકે 19 મેના રોજ તેને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, ડિમોનેટાઇઝેશનની જેમ 2000 રુપિયાની નોટને અચાનક બંધ કરાઈ નહોતી. લોકોને 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જેના કારણે આ નોટ સરળતાથી બેંકિંગ સિસ્ટમમાંથી હટાવી શકાશે. જેથી લોકો આ નોટને બેંકમાં પરત જમા કરાવી શકે.           

પર્સનલ લોન જેવી અસુરક્ષિત લોન પર ફટકો

આરબીઆઈએ નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFC) ને સૌપ્રથમ પર્સનલ લોનની વધતી સંખ્યા અંગે ચેતવણી આપી હતી. પછી પગલાં લેતા અસુરક્ષિત લોન પર રિસ્ક વેટ વધાર્યું. એનબીએફસી માટે રિસ્ક વેટ 100થી વધારીને 125 કરવામાં આવ્યું હતું. આ કારણે NBFCના કારોબાર પર ખરાબ અસર પડી. 

UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધી

આરબીઆઈએ નાણાકીય સેવાઓમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) ની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે. શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલો માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

આ સિવાય ડિસેમ્બરમાં નાણાકીય નીતિની સમીક્ષા કરતી વખતે આરબીઆઈએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. RBIએ સતત પાંચમી વખત રેપો રેટને સ્થિર રાખ્યો છે. વર્ષ 2023માં રેપો રેટમાં ફેબ્રુઆરી 2023માં જ વધારો કરવામાં આવ્યો હતો. તેના કારણે આર્થિક મોરચે સ્થિરતા અને વધુ ઉથલપાથલ જોવા મળી હતી.   

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ બેંકિંગ ક્ષેત્રમાં ઘણા નિર્ણયો લીધા હતા. જેણે બેન્કિંગ સેક્ટરની દિશા બદલી નાખી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર

યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી

કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

Embed widget