શોધખોળ કરો
Advertisement
આજથી શરૂ થઈ ચારધામ યાત્રા, તબાહી બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધાયો ઘટાડો
નવી દિલ્લી: ગાજા-વાજા સાથે ચાર પડાવ પારીને શિવની પાલખી કેદારનાથ પહોંચી ચૂકી છે. હવ હકપાટ ખુલશે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારધામ દેશના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે.
હિંદુધર્મમાં માન્યતા છે કે કેદારનાથ એ ધરતી છે જ્યાં મોક્ષના ફૂલ ખીલે છે.
ચાર ધામ ઉત્તરાખંડની દેવભૂમિમાં હાજર છે. આ ચાર ધામ કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી અને બદ્રીનાથ.
વર્ષ 2013માં ભૂસ્ખલન અને ભયાનક વરસાદે અહીં તબાહી સર્જી હતી. જેના કારણે છેલ્લા બે વર્ષથી અહીં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
ઉત્તરાખંડમાં આવેલા ચારધામ ઉંચા દુર્ગમ પહાડોથી ઘેરાયેલા છે. જેમાં કેદારનાથ ખાસ છે. કેદારનાથ મંદિર સમુદ્ર સપાટીથી લગભગ 3584 મીટરની ઉંચાઈ પર છે. જેની પાસે જ બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી, ગૌરીકુંડ અને બીજા તીર્થો છે.
આ તમામ સુધી જવાનો મુખ્ય દ્વાર હરિદ્વાર છે. હરિદ્વારથી હ્રિષિકેશ થઈને કેદારનાથ પહોંચી શકાય છે.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ વખતે પ્રશાસને યાત્રા પહેલા કેટલીક તૈયારીઓ કરી છે. કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને પહોંચી વળવા માટે વૈષ્ણોદેવીના દર્શનની જેમ ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે.
શ્રદ્ધાળુઓની ભીડ થવા લાગી છે પણ વાદળ ફાટવાની ઘટનાએ બધાને ચિંતિત કર્યા છે. વાદળ ફાટવાને કારણે પાણીના તેજ વહેણના કારણે રસ્તા પર કાંપ આવી ગયો છે. જેના કારણે કર્ણ પ્રયાગ પાસે બદ્રીનાથ હાઈવે બંદ કરવામાં આવ્યો છે. આ કાટમાળ હટાવવાની કામગિરી ચાલુ છે અને તે ઝડપથી પૂરુ થશે. ત્રણ ધામના કપાટ આજે ખુલશે જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 11મે ના રોજ ખુલશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
લાઇફસ્ટાઇલ
Advertisement