Corona news live Update: વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 1039 કેસ નોંધાયા, 157 દર્દીઓ ઓક્સિજન પર
વડોદરામાં કોરોના કેસોમાં ધટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1039 કેસ નોંધાયા છે. હાલ શહેરમાં 17,960 એક્ટિવ કેસ નોંધાયા છે.
LIVE
Background
વડોદરામાં કોરોના કેસોમાં ધટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1039 કેસ નોંધાયા છે. હાલ શહેરમાં 17,960 એક્ટિવ કેસ નોંધાયા છે. તો 17,489 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ 471 દર્દીઓ છે. તેમાંથી 157 દર્દીઓ ઓક્સિજન પર છે. 27 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે ચાર દર્દીના મૃત્યુ થયા છે. વધુ 21 વિસ્તારમાં નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટ શહેરના PGVClના એમડીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અરુણ કુમાર બરનવાલ કોરોના સંક્રમિત થયા છે.અરુણ કુમાર બરનવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઇસોલેટ થયા છે.
પાટણ જીલ્લામાં આજે 24 કલાકમાં 224નવા કેસ કોરોનાના સામે આવ્યા
પાટણ જીલ્લામાં આજે 24 કલાકમાં 224નવા કેસ કોરોનાના સામે આવ્યા. 2,072 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. 2,058 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ. જીલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 3,784કેસ થયા.
પંચમહાલ : જિલ્લામાં આજે વધુ 98 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
પંચમહાલ : જિલ્લામાં આજે વધુ 98 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. આજે વધુ 2 કોરોના પોઝેટીવ દર્દીના મોત. ગઈ કાલે પણ 2 દર્દીના મોત નીપજયા હતા છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત. જિલ્લાના ગોધરા તાલુકામાંથી 04,હાલોલ 66 કાલોલ 01, શહેરા.01 ઘોઘંબા 14 જાંબુઘોડા 12 કેસ મળી આવ્યા હતા. જિલ્લાના 75 કોરોના દર્દીઓ આજે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા. જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા 448.
ભાવનગર જિલ્લામાં આરોગ્ય તંત્રનો છબરડો ફરી એક વખત જ આવ્યો સામે, જાણો શું છે મામલો
ભાવનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર નો છબરડો ફરી એક વખત સામે આવ્યો છે. મહુવામાં ચાર મહિના પૂર્વે મહીલાનું મોત થયું તેના નામે કોરોના ડોઝ લીધો હોવાનો મેસેજ મળ્યો છે. ઉલ્લેખનિય છે કે, રમાબેન અંબાલાલ ભટ્ટ તા 9-9-2021 નાં રોજ અવસાન પામ્યા હતા. જ્યારે તેમને પ્રિકોશન ડોઝ 29-1-2022 ના રોજ અપાઇ ગયાનો મેસેજ આવ્યો હતો. આરોગ્ય તંત્રની આ બેદરકારીના કારણે અનેક સવાલ ઉઠી રહ્યાં છે.
ગાંધીનગરમાં પણ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંકડો 10 હજાર નીચે પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 9395 કેસ નોંધાયા છે. તો કોરોનાથી 30 લોકોના મોત થયા છે.
Corona news live Update:આણંદ જિલ્લામાં કોરોના કેસમાં થયો ઘટાડો. છેલ્લા 24 કલાકમાં 44 પોઝિટીવ કેસ નોંધાયા
આણંદ જિલ્લામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. . છેલ્લા 24 કલાકમાં 44 પોઝિટીવ કેસ નોંધાયા છે. આણંદ જિલ્લાના કેસ પર નજર કરીએ તો આણંદમાં 25 કેસ, આકલાવમાં 1 કેસ, બોરસદમાં 8 કેસ, ખંભાતમાં 3 કેસ, પેટલાદમાં 4 કેસ અને તારાપરમાં 1 અને ઉમરેઠમાં 2 કેસ નોંધાયા છે.
ડીસામાં કોરોના કેસમાં વધારો થયો છે. ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના 10 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટસપોઝિટિવ આવ્યો છે.
વિદ્યાર્થીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ વિદ્યાર્થીઓને આઇસોલેટ કરાયા છે. તેમજ તેના સંપર્કમા આવેલ આને લક્ષણો જણાવતા વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
Corona news live Update: દર્શનાર્થીઓ માટે આજથી અંબાજી મંદિરના દ્વાર ખૂલ્યાં. જાણો દર્શનનો સમય
બનાસકાંઠાની શક્તિપીઠ અંબાજી આજ થી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.
કોરોના ગાઈડ લાઈન અનુસાર દર્શન કરી શકાશે. 18 વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓ માટે ઓન લાઈન બુકીંગ કરવાનું રહેશે,
અંબાજી મંદિર ની વેબ સાઇટ પર રસીકરણ ના સર્ટી સહિત ડોક્યુમેટ અપલોડ કરવાના રહેશે, 65 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓ ને ઘરે થી ઓન લાઈન દર્શન કરવા અનુરોધ કરાયો છે. આજ થી સવારે 7.30 થી 11.30..બપોરે..12.30 થી 4.15 અને સાંજે 7 થી 9 દર્શનનો સમય રહેશે.
દ્વારકા જિલ્લામાં પણ કેસમાં ધરખમ ઘટાડો થયો છે. આજે 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 21 કોરોનાના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ખંભાળિયામાં એકનું મૃત્યુ થયું છે.