શોધખોળ કરો

ખૌફનાક કહાની! લિવ-ઈન પાર્ટનરના કર્યા ટુકડા, કૂકરમાં ઉકાળીને ખવડાવી દીધા શ્વાનને

Mumbai Crime:  હત્યાની ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પાડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી. જે બાદ લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે.

Mumbai News: મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક 56 વર્ષીય વ્યક્તિએ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી તેની રૂમ પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ મૃતદેહના કટરથી ટુકડા કર્યા હતા અને લાશના ટુકડાને કુકરમાં નાખીને બાફીને પછી તેને મિક્સરમાં પીસી લીધા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઘરમાંથી હત્યામાં વપરાયેલી તમામ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

ખૌફનાક કહાની! લિવ-ઈન પાર્ટનરના કર્યા ટુકડા, કૂકરમાં ઉકાળીને ખવડાવી દીધા શ્વાનને

લિવ-ઈન પાર્ટનરના કર્યા ટુકડા

આ ઘટના મીરા ભાયંદર ફ્લાયઓવર પાસે ગીતા નગર ફેઝ-7માં બની હતી. જ્યાં 56 વર્ષીય મનોજ સાને અને તેની રૂમ પાર્ટનર 32 વર્ષીય સરસ્વતી વૈદ્ય સાથે રહેતા હતા. આ કપલ છેલ્લા ત્રણ વર્ષથી અહીં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. બુધવારે (7 જૂન) આ બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી ત્યારપછી તેમણે નયાનગર પોલીસ સ્ટેશનને તેની જાણ કરી હતી.

પોલીસે આરોપીની અટકાયત કરી હતી

નયાનગર પોલીસે જ્યારે ઘરની તપાસ કરી ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીની અટકાયત કરી છે. આ મામલે મોડી રાત સુધી નયાનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી હતી. આરોપીઓએ મૃતદેહનો નિકાલ કરવા માટે તેના ટુકડા કરી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ આ ટુકડાઓ કટર મશીનથી કાપવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે હત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

કૂકરમાં ઉકાળીને ખવડાવી દીધા શ્વાનને

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી મનોજ સાનેને શંકા હતી કે મૃતક સરસ્વતી વૈદ્યનું બીજે ક્યાંક અફેર હતું અને તેથી જ છેલ્લા 3-4 દિવસથી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. મૃતક સરસ્વતી વૈદ્યએ બે-ત્રણ દિવસ પહેલા ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. તેણીની આત્મહત્યા માટે પોલીસ તેને જવાબદાર ઠેરવશે તેવા ડરથી આરોપી મનોજે સરસ્વતીના મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી અને તે એટલું ખૌફનાક હતું કે તે માનવતા માટે ખૂબ જ શરમજનક હતું.

આવી રીતે લાશને ઠેકાણે પાડી

મળતી માહિતી મુજબ આરોપીઓએ મૃતદેહનો નિકાલ કરવા માટે સૌપ્રથમ કટર મશીન વડે ટુકડા કર્યા હતા. ત્યારબાદ તે ટુકડાઓને કૂકરમાં બાફી લીધા અને પછી મિક્સરમાં નાખીને પીસી લીધા. અને પછી સોસાયટીની પાછળની ગટરમાં થોડો ભાગ ફેંકી દીધો હતો. તેણે શરીરના અંગો ફેંકવા માટે તેની બાઇકનો ઉપયોગ કર્યો હતો.

પોલીસે ઘરમાંથી હત્યામાં વપરાયેલ ઘરવખરી સહિતની લાશનો નિકાલ કરવા માટે વપરાયેલી બાઇક કબજે કરી છે. હાલ પોલીસ આ મામલાની સત્તાવાર માહિતી આપવાનો ઈન્કાર કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે અને આરોપીની પૂછપરછ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget