શોધખોળ કરો

આ ખતરનાક બીમારીએ વધારી ચિંતા, ઇન્ફેકશનના 48 કલાકમાં રોગ બની શકે છે જીવલેણ, જાણો ભારતનો કેટલો ખતરો

Dangerous Disease: જાપાનમાં ફેલાતા આ દુર્લભ રોગનું નામ છે સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ આ એક આક્રમક રોગ છે જે ચેપના 48 કલાકની અંદર જીવલેણ બની શકે છે.

Japan Dangerous Disease: માંસ ખાનારા બેક્ટેરિયાથી થતો એક દુર્લભ અને જીવલેણ રોગ જાપાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રોગનું નામ છે સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ આ એક આક્રમક રોગ છે જે ચેપના 48 કલાકની અંદર જીવલેણ બની શકે છે. મળતી માહિતી મુજબ, આ ભયંકર રોગ માંસ ખાવાના બેક્ટેરિયાથી થાય છે. જાપાનની રાજધાની ટોક્યોમાં આ રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે.

30 વર્ષથી વધુ વયના લોકો તેનો ભોગ બની રહ્યા છે

એકલા ટોક્યોમાં, 2024 ના પ્રથમ છ મહિનામાં 145 કેસ નોંધાયા છે. સ્થાનિક અખબાર અસાહી શિમ્બુનના અહેવાલ મુજબ, મોટાભાગના કેસ 30 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળ્યા છે, જ્યારે આ રોગનો મૃત્યુદર 30% જોવા મળ્યો છે.

જાપાની સમાચાર એજન્સી કેકે અહેવાલ આપ્યો છે કે, 2 જૂન, 2024 સુધીમાં, જાપાનમાં આ રોગના 977 કેસ નોંધાયા છે, જ્યારે ગયા વર્ષે કુલ 941 કેસ નોંધાયા હતા. અહેવાલ મુજબ, પગ પરના ઘા ખાસ કરીને સ્ટ્રેપ્ટોકોકલ બેક્ટેરિયા દ્વારા ચેપ માટે સંવેદનશીલ હોય છે અને ફોલ્લા અથવા નાની ઇજાઓ તેને ઉત્તેજિત કરી શકે છે. વૃદ્ધ દર્દીઓમાં, ચેપથી મૃત્યુ સુધી ઓછામાં ઓછા 48 કલાક લાગી શકે છે.

સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમના કારણો

ક્લેવલેન્ડ ક્લિનિક અનુસાર, જ્યારે બેક્ટેરિયા તમારા શરીર પર ખુલ્લા ઘા, કટ અથવા ખુલ્લી ઇજાઓમાં પ્રવેશ કરે છે ત્યારે ઝેરી શોક સિન્ડ્રોમ થઈ શકે છે. આ ચામડીના ચેપ, સર્જરી, બાળજન્મ અથવા નાકમાંથી રક્તસ્રાવને કારણે થઈ શકે છે, જેને રોકવા માટે તાત્કાલિક અને સમયસર સારવારની જરૂર છે. વધુમાં, STSS માટે સૌથી વધુ જોખમ ધરાવતી સ્ત્રીઓને ટેમ્પનના ઉપયોગથી વધી શકે છે.

આ જીવલેણ રોગના લક્ષણો

  • દુખાવો અથવા સોજો
  • તાવ
  • લો બ્લડ પ્રેશર
  • ચેપ

આ રોગમાં  શ્વાસ સંબંધિત સમસ્યાઓ, તેમજ  ઓર્ગેન ફેલ્યોર સ્થિતિ સર્જાઇ શકે છે. 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ રોગ વધુ ગંભીર બની શકે  છે. આ રોગની ભયંકર સ્થિતિ એ છે કે જો દર્દીને 48 કલાકમાં સારવાર ન મળે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે, આ રોગથી બચવા માટે જરૂરી છે કે બેક્ટેરિયા ન વધે, તેથી સમયાંતરે હાથ હેન્ડ વોશ કરતા રહેવું. તેમજ  ચેપગ્રસ્ત વ્યક્તિથી પૂરતું અંતર જાળવો.

ભારતમાં કેટલું જોખમ છે?
જ્યાં સુધી ભારતનો સંબંધ છે, સામાન્ય રીતે 5 થી 15 વર્ષની વયના બાળકો ગ્રુપ-A સ્ટ્રેપ્ટોકોકસ (GAS) થી પ્રભાવિત થાય છે. પરંતુ તે એટલું ગંભીર નથી કે તે સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ (STSS)નું સ્વરૂપ લે. પ્રો. સુનીત સિંહ કહે છે કે કેટલાક દેશોમાં આ બેક્ટેરિયા ત્યાંના હવામાનને કારણે ઝડપથી ફેલાય છે. જેમ કે અમેરિકા કે જાપાન. ભારતમાં આનો કોઈ કેસ નોંધાયો નથી. તેથી ચિંતા કરવાની જરૂર નથી. હા, જો કોઈને કોઈ ઈજા કે ખુલ્લો ઘા હોય તો ચોક્કસથી યોગ્ય સારવાર લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget