6થી12 વર્ષના બાળકોને મળશે કોવેક્સિન, DCGIએ આપી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે.
નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
સમાચાર એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે કોવેક્સીનને મંજૂરી આપી છે. કોવેક્સીનને હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે.
12થી 14 વર્ષના બાળકો માટે વેક્સિન
દેશની તમામ શાળાઓમાં હવે રસીકરણ માટે લાયક બાળકોના રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શાળાએ આવતા બાળકોને રસી અપાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે જેથી કરીને કોરોનાથી બચી શકાય
દેશમાં 16 માર્ચથી 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ થયું હતું. પરંતુ હવે રસીકરણનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે અને સરકાર દરેક વયજૂથના બાળકોને રસી આપવાનો પ્રયાસ કરી રહી છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2483 નવા કેસ નોંધાયા છે અને 1399 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે.
એક્ટિવ કેસમાં થયો ઘટાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 15,636 થઈ છે. ગઈકાલે એક્ટિવ કેસની સંખ્યા 16,522 હતી. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,622 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,23,311 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 18,97,76,423 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 22,83,224 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.