શોધખોળ કરો

ઓમિક્રોનથી પણ વધુ ખતરનાક છે, કોરોનાનો નવો વેરિયન્ટ ડેલ્મીક્રોન, આ દેશોમાં કેસ નોંધાતા, ચિંતામાં થયો વધારો

ઓમિક્રોનની દહેશત વચ્ચે વધુ એક નવા વેરિયન્ટના કેસ નોંધાતામાં ચિંતામાં વધારો થયો છે. જાણીએ નવો ડેલ્મીક્રોન વેરિયન્ટ ઓમિક્રોથી કેટલો ખતરનાક છે.

Delmicron variant: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ઓમિક્રોન અત્યાર સુધાં 17 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઇ ચૂક્યો છે. ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 452 દર્દી નોંધાયા છે. મહારાષ્ટ્ર 110 સંક્રમિતોની સાથે પહેલા સ્થાને છે. કુલ દર્દી સાથે દિલ્લીમાં 79 દર્દીઓ છે.  ગુજરાતમાં 43, તો તેલંગાનામાં 38, કેરળમાં 38, તમિલનાડુમાં 43, કર્ણાટકમાં 38, રાજસ્થાનમાં 43, ઓડિશામાં 4, કેસ નોંધાયા .

જો કે આ બધા જ કેસ દરમિયાન સૌથી વધુ ચિંતા અન્ય એક નવા વેરિયન્ટે જગાડી છે. ઓમિક્રોનથી પણ વધુ ખતરનાક ડેલ્મીક્રોન વેરિયન્ટ અનેક દેશોમાં દસ્તક આપી ચૂક્યો છે.

ઓમિક્રોનથી પણ ખતરનાક ડેલ્મિક્રોન

ડેલ્મિક્રોન ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટનું મિશ્રણ છે. બંને વેરિયન્ટ મળીને એક એક ખતરનાક વેરિન્ટ તૈયાર થયો છે. ડેલ્મિક્રોન યુરોપ અને અમેરિકામાં સતત ફેલાઇ રહ્યો છે. જો તે દુનિયાના અન્ય દેશોમાં દસ્તક આપશે તો લાખો લોકોના મોત થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યાં હતા. એક્સ્પર્ટના મત મુજબ ઓમિક્રોન સાથે ડેલ્ટા મળીને જે વેરિયન્ટ તૈયાર થયો તે ડેલ્મિક્રોન પણ બીજી લહેર જેવી જ તબાહી મચાવી શકે છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 29માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.   કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6987 નવા કેસ નોંધાયા છે અને 162 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.  7091 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 76,766 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3377 કેસ નોંધાયા છે અને 115 સંક્રમિતોના મોત થયા છે.  ઓમિક્રોનના કુલ કેસ 422 થયા છે.

દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું

દેશમાં અત્યાર સુધીમાં 141, 37,72,425 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 32,90,766 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 9,45,455 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
Embed widget