G20 Summit: જો બાઇડેન અને PM મોદીની યોજાઇ દ્વીપક્ષીય બેઠક, મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ કરી આ વાત
Joe Biden PM Modi Meeting: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ભારત આગમન પર પીએમ મોદી તેમને મળ્યા અને પછી દ્વિપક્ષીય બેઠક કરી. પીએમ મોદીએ કહ્યું કે આ બેઠક ઘણી અર્થપૂર્ણ સાર્થક રહી.

Joe Biden PM Modi Bilateral Meeting: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોમાં ઉષ્મા ફરી એકવાર G-20 સમિટની પૂર્વ સંધ્યાએ જોવા મળી હતી. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે બિડેન શુક્રવારે (8 સપ્ટેમ્બર) સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ પછી તેમની અને પીએમ મોદી વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક થઈ.
જો બિડેન 7 લોક કલ્યાણ માર્ગ, દિલ્હી ખાતે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પહોંચ્યા, જ્યાં PM મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બાઇડેન જેવા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને થોડા શબ્દોની આપ-લે કરી.
VIDEO | PM Modi holds bilateral meeting with US President @JoeBiden.#G20India2023 #G20SummitDelhi pic.twitter.com/aqPkL8q4Ox
— Press Trust of India (@PTI_News) September 8, 2023
બાઇડેન અને પીએમ મોદી આ અંદાજમાં મળ્યા હતા
આ પછી, જ્યારે બંને નેતાઓ ચાલતા ચાલતા આગળ વધ્યા તો બિડેને પીએમ મોદીના ખભા પર એક હાથ મૂક્યો અને પછી બીજો હાથ મિલાવ્યો અને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા. આ દરમિયાન બંને ખૂબ જ ખુશ અન હસતા દેખાતા હતા. આ પછી પીએમ મોદીએ જો બિડેનની સાથે આવેલા પ્રતિનિધિમંડળના સભ્યો સાથે હાથ મિલાવ્યા અને ત્યારબાદ ભારત-અમેરિકા દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ.
અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન સાથેની મુલાકાતને લઈને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલીક તસવીરો શેર કરી અને પોસ્ટમાં લખ્યું, “7 લોક કલ્યાણ માર્ગ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું સ્વાગત કરીને આનંદ થયો. અમારી બેઠક ખૂબ જ અર્થપૂર્ણ હતી. અમે ઘણા વિષયોની ચર્ચા કરી જે ભારત અને યુએસ વચ્ચેના આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને આગળ વધારશે. આપણા રાષ્ટ્રો વચ્ચેની મિત્રતા વૈશ્વિક ભલાઈને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવતી રહેશે.
G-20 સમિટનું ભારતમાં પહેલીવાર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે આ ઈવેન્ટ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
