શોધખોળ કરો

Gandhinagar:  ગિફ્ટ સીટી ખાતે 'બેટી બચાઓ બેટી પઢાઓ' હેઠળ બે દિવસીય નેશનલ કોન્ક્લેવનું આયોજન 

ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે "બેટી બચાઓ બેટી પઢાઓ" હેઠળ વિવિધ રાજ્યોમાં થયેલા શ્રેષ્ઠ અનુભવના આદાન-પ્રદાન માટે બે દિવસીય નેશનલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર:  ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે "બેટી બચાઓ બેટી પઢાઓ" હેઠળ વિવિધ રાજ્યોમાં થયેલા શ્રેષ્ઠ અનુભવના આદાન-પ્રદાન માટે બે દિવસીય નેશનલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ  કે. કે. નિરાલાએ કરાવ્યો હતો.  

રાજ્ય સરકારના મહિલા કલ્યાણ-મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નેશનલ કોન્કલેવમાં વિવિધ રાજ્યોના સચિવો અને અધિકારીઓ હાજરી આપશે. 

આ કોન્કલેવમાં તેમના રાજ્યમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” માટે થયેલા શ્રેષ્ઠ પ્રયાસો, અમલીકરણ ડિઝાઈન, પડકારો, સીમાચિહ્નો અને આંતરિક મૂલ્યાંકન પદ્ધતિઓ અંગે પોતાના વિચારો રજૂ કરશે.

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સુવિધાની કરાઈ જાહેરાત

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે આધાર કાર્ડ અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓ માટે આ સેવા કેમ્પસમાં શરૂ કરશે. ગુજરાત યુનિવર્સિટીની બેઠક મળી જેમાં વિદ્યાર્થીલક્ષી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ પરીક્ષા વિભાગમાં ડિગ્રી અને માર્કશીટના વેરિફિકેશનની કામગીરીમાં ઢીલાશ મુકતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ સભ્યોની મહત્વની બેઠક મળી હતી.  જે બેઠકમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે સાથે ડિગ્રી અને માર્કશીટ વેરિફિકેશનમાં વિદ્યાર્થિઓને પડતી હલાકી બાબતે ચાલું બેઠક દરમિયાન કર્મચારીઓને બોલાવી ઠપકો પણ આપવામાં આવ્યો હતો.  કારણ કે ડિગ્રી વેરિફિકેશનની કામગીરી ઓનલાઇન કરવાથી કામનું ભારણ વધ્યું હતું, જેના કારણે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે આધાર કાર્ડ માટેની પ્રક્રિયા ઉપરાંત લર્નિંગ લાઇસન્સની સુવિધા કેમ્પસમાં જ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે. 

સિન્ડિકેની બેઠકમાં બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે.  264 કરોડના બજેટમાં યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ માટે મેશ અને કેન્ટીનની વ્યવસ્થા ઉભી કરવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે યુનિવર્સિટી પરિષદમાં વિવિધ ભવનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.  મહત્વની વાત એ છે કે અલગ અલગ ભવનોને ફાળવવામાં આવતા બજેટમાં 20 ટકા સુધીનો વધારો પણ કરવામાં આવ્યો છે.

આ સિવાય વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે કન્ટેન ઓનલાઈન મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિન્ડિકેટ બેઠક અગાઉ એકેડમી કાઉન્સિલ અને સિન્ડિકેટના સભ્યોની સંયુક્ત બેઠક પણ મળી હતી.  જેમાં હાલના કુલપતિની ટર્મ પૂરી થતી હોવાથી નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીમાં સર્વાનુમતે એક નામની પસંદગી કરવામાં આવી છે.  જેમાં જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી છે. કોઈપણ સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવે છે. જેમાં એક સભ્ય રાજ્યપાલ , એક સભ્ય જોઈન્ટ ડાયરેક્ટર ઓફ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર અને એક સભ્ય યુનિવર્સિટીના સત્તા મંડળમાંથી પસંદગી કરવામાં આવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરતનો તથ્ય કોણ?Hun To Bolish : હું તો બોલીશ : 'આપ' કા ક્યા હોગા?Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈSurat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget